પુત્રીને જન્મ આપતા પત્નીને છૂટાછેડા આપી પતિએ બીજા લગ્ન કર્યા, પોલીસે...

PC: abplive.com

ઉત્તર પ્રદેશના બસ્તીમાં ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. જ્યાં લગ્નના વીસ વર્ષ પછી દુબઈમાં રહેતા તેના પતિએ ફોન પર ત્રણ વખત 'તલાક-તલાક' કહીને પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. પીડિતાએ હવે તેના પતિ વિરુદ્ધ બસ્તી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પુરાની બસ્તી પોલીસ સ્ટેશન વિસ્તારના અમૌલી ગામની રહેવાસી માહેનુરના હસતા રમતા પારિવારિક જીવનમાં ત્યારે ઝંઝાવાત આવ્યો જ્યારે દુબઈમાં રહેતા તેના પતિએ ફોન પર ત્રણ વાર તલાક કહીને તેને છોડીને અલગ કરી દીધી, એટલું જ નહીં, આરોપીએ બીજા લગ્ન પણ કરી લીધા. માહેનુરે હવે પોલીસને ન્યાય માટે અપીલ કરી છે.

હકીકત એમ છે કે, માહનુરના લગ્ન વર્ષ 2003માં બદરુદુજાશાહ સાથે થયા હતા, ત્યારપછી તેને વર્ષ 2009માં પ્રાથમિક શાળામાં નોકરી મળી ગઈ હતી. આ પછી માહનુરનો પતિ બદરુદુજાશાહ કામની શોધમાં દુબઈ ગયો હતો. આ સમય દરમિયાન મહેનુરને બે દીકરીઓ થઈ અને અહીંથી જ મહેનુરના જીવનમાં ગ્રહણ લાગવાનું શરુ થઇ ગયું હતું. બે દીકરીઓના જન્મ પછી તેનો પતિ તેના પર ગુસ્સે થવા લાગ્યો હતો અને તેની પત્નીને વારંવાર મારવા લાગ્યો હતો.

માહેનુરે ઘણા વર્ષો સુધી પતિના આ અત્યાચારો સહન કરવાનું ચાલુ રાખ્યું. લગ્નના 20 વર્ષ પછી, 22 ઓગસ્ટ 2023ના રોજ, બદરુદુજાશાહે મહનૂરને ફોન કર્યો અને ત્રણ વાર તલાક બોલ્યા પછી તેને છોડી દીધી, પરંતુ મહનૂરે તેને સ્વીકારવાની ના પાડી. આ પછી, 13 સપ્ટેમ્બરના રોજ ફરી એકવાર પતિ તેની સામે આવ્યો અને ત્રણવાર તલાક શબ્દ બોલીને, તેને માર માર્યો અને તેને ઘરની બહાર નિકાળી દીધી હતી.

પીડિતાએ તેના પતિ દ્વારા આપવામાં આવેલા ટ્રિપલ તલાકનો ઓડિયો પણ પોલીસ અધિક્ષકને આપ્યો છે અને પતિ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. તેણે કહ્યું કે, જ્યારે આપણા દેશમાં ટ્રિપલ તલાકનો કાયદો અમલમાં છે, તો પછી મુસ્લિમ મહિલાઓને આમ કેવી રીતે હેરાન કરવામાં આવે છે. ત્રિપલ તલાક આપ્યા પછી પતિએ બીજા લગ્ન પણ કરી લીધા છે, જેનો વીડિયો પણ તેની પાસે છે. માહેનુરે કહ્યું કે હવે તેને પોલીસ પર વિશ્વાસ છે કે, તેઓ જ તેને ન્યાય અપાવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp