દેવઉઠી અગિયારસ પર પત્નીએ કરાવ્યા પતિના બીજા લગ્ન, જોતા રહી ગયા પરિવારના લોકો

PC: dainikagnipath.com

પતિ-પત્નીના જીવનમાં કોઈ ત્રીજી વ્યક્તિ આવે તો ઘણા સંબંધ તૂટી જાય છે. તો મધ્ય પ્રદેશ જિલ્લામાં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીની એક મહિલાએ પોતાના પતિના બીજા લગ્ન કરાવી દીધા છે. આ લગ્ન ઉજ્જૈન શહેરના એક મંદિરમાં દેવઉઠી અગિયારસ પર થયા છે. હવે તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. બીજા લગ્ન દરમિયાન પરિવારના લોકો પણ ઉપસ્થિત હતા. દેવઉઠી અગિયારસના દિવસે ઉજ્જૈન જિલ્લામાં એક અનોખી ઘટના જોવા મળી.

અહી બીમારીના કારણે એક મહિલા માતા બની શકે તેમ નહોતી. તેના લગ્ન 6 વર્ષ અગાઉ થયા હતા. એવામાં પરિવારજનો સાથે વાત કરીને પતિના બીજા લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. આ ઘટના ઉજ્જૈન જિલ્લાના નાગડ જિલ્લાના રૂણિજાની છે, જ્યાં સ્થિત માતા ચામુંડા ધામ ગજની ખેડી માતા મંદિરમાં આ અનોખા લગ્ન થયા. બીજી વખત વર બનેલા અર્જૂન વર્મા જે રતલામના ઇટાવા ખુર્દનો રહેવાસી છે, લગભગ 6 વર્ષ અગાઉ કોમલ સાથે તેના લગ્ન થયા હતા. કોમલને હૃદયની બીમારી હોવાના કારણે ઓપરેશન કરાવવામાં આવ્યું, જેમાં ખબર પડી કે તે માતા નહીં બની શકે.

કોમલ ઇચ્છતી હતી કે તેના પરિવારમાં નવો સભ્ય આવે અને વંશ વૃદ્ધિ થાય. તે કોઈ પહેલ કરતી, એ અગાઉ તેની પોતાની માતા શગૂન બાઈ અને પરિવારના અન્ય સભ્યોને સમજાવ્યા કે બીમારીના કારણે તે માતા નહીં બની શકે એટલે પતિના બીજા લગ્ન કરાવવા માગે છે. મહત્ત્વની વાત એ છે કે લગ્નમાં પતિ સાથે કોમલ પણ ઉપસ્થિત હતી. તેણે પોતાની આંખો સામે પતિના હાથે ચંચલના ગળામાં માળા પહેરાવડાવી અને ચંચલના હાથે અર્જૂનના ગળામાં.

ધાના સુતાના રહેવાસી ધન સિંહ વર્મા જે વર-વધુ બંને પક્ષના નજીકના સંબંધી છે, તેણે જણાવ્યું કે, ઇટાવા જિલ્લાના રતલામના રહેવાસી અર્જૂન વર્માના 6 વર્ષ અગાઉ બદનાવરની રહેવાસી કોમલ સાથે થયા હતા. કોમલને હૃદય સંબંધી બીમારી છે અને ઓ બાદ તેને ખબર પડી કે તે માતા નહીં બની શકે. એ જાણીને કોમલના મનમાં એવી કોમળતા જાગી કે તેણે પરિવારની વંશ વૃદ્ધિ માટે પતિ અર્જૂનના બીજા લગ્ન કરાવવાનું વિચારી નાખ્યું. કોમલને ખબર હતી કે આ કામ સરળ નથી, એટલે તેણે પોતાના માતા-પિતાને મનાવ્યા અને સાસુ-સસરા સાથે અર્જૂનના બીજા લગ્નની વાત કરી, પરંતુ અર્જૂન અને તેનો પરિવાર તેના માટે તૈયાર નહોતો, છતા કોમલે હાર ન માની અને પતિને બીજા લગ્ન કરવા મનાવી લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp