...જ્યારે ગલવાનમાં શહીદ થયેલા સૈનિકના પત્નીએ લેફ્ટનન્ટ બની પતિને આપી શ્રદ્ધાંજલિ

PC: aajtak.in

લદ્દાખના ગલવાન ઘાટીમાં ચીની સેના સાથે થયેલી ઝડપમાં જવાન દીપકસિંહ શહીદ થયા હતા.ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકના પત્ની બન્યા લેફ્ટનન્ટ, લગ્નના 15 માસમાં શહીદ... શહીદ પતિના સપનાઓ પૂરા કરવા માટે રેખાસિંહે મન બનાવી લીધું અને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ બની ગયા છે. શહીદ દીપકસિંહને મરણોપરાંત વીર ચક્રથી સન્માનિત કર્યા છે. હવે તેમની પત્ની રેખાસિંહની લેફ્ટનન્ટના સ્થાને પસંદગી થઇ છે. હવે સ્વાસ્થ્ય પરિક્ષણ પૂરું થયા પછી ચેન્નાઈ સ્થિત ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં તેમની તાલીમ થશે. લગ્નના માત્ર 15 મહિનામાં જ રેખાસિંહના પતિ શહીદ થયા હતા. જૂન 2020મા ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે થયેલા ટકરાવમાં લાન્સ નાયક  દીપકસિંહ શહીદ થયા હતા. 

શહીદના પત્ની રેખાસિંહે જણાવ્યું હતું કે, પતિની સહાદતનું દુ:ખ અને દેશભક્તિનું જૂનુન જ હતું કે મેં ટીચરની નોકરી છોડીને સેનામાં અધિકારી બનવાનું મન બનાવ્યું. પરંતુ આ સરળ નહોતું. તેના માટે નોઇડા જઈને સેનામાં સામેલ થવા માટેની પ્રવેશ પ્રક્રિયાની તૈયારીઓ કરી અને તાલીમ લીધી. શારીરિક ટ્રેનિંગ પણ લીધી. તેમ છતાં પણ પહેલા પ્રયત્નમાં સફળતા ન મળી. રેખાએ કહ્યું કે, મેં હિંમત ન હારી અને સેનામાં જોડાવા માટે સંપૂર્ણ તૈયારી કરી. બીજા પ્રયત્નમાં મહેનત રંગ લાવી અને ભારતીય સેનામાં લેફ્ટનન્ટના હોદ્દા ઉપર મારી પસંદગી થઈ. ભારતીય સેનામાં લેફ્ટનન્ટના હોદ્દા ઉપર તાલીમ 28 મેથી શરુ થશે. તાલીમ પૂરી થયા બાદ એક વર્ષ માટે ભારતીય સેનામા લેફ્ટનન્ટ બનીને સેવા આપવી પડશે.

રેખાસિંહે જવાહર નવોદય વિદ્યાલય સીરમોરમાં અભ્યાસ કર્યો છે. રેખાએ શિક્ષક બનીને સમાજની સેવા કરવાના સપના જોયા હતા. લગ્ન બાદ પતિ દીપકસિંહે પણ રેખાને અધિકારી બનવા માટે પ્રેરિત કરી હતી.  તેને લઈને રેખાસિંહે પતિ શહીદ થતા તેમના સપના પૂરા કરવાનો સંકલ્પ કર્યો, જેમાં તેમને પરિવારજનોનો પુરતો સહયોગ મળ્યો.  તેમણે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી સાથે આ વિષય અંગે ચર્ચા કરી. રીવા જિલ્લા વહીવટી તંત્રએ અને જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીએ સેનામા પસંદગીને લઈને યોગ્ય માર્ગદર્શન અને સહયોગ આપ્યો. રેખાસિંહે વિપરીત પરિસ્થિતિઓમાં પણ હિંમતથી કામ લઈને અને સકારાત્મક વિચારો સાથે આ અદ્ભુત સિદ્ધિ પ્રાપ્ત કરી. તેમણે શહીદ દીપકસિહના સપનાને પૂરું કર્યું.

નોંધનીય છે કે, ભારતીય સેનાના જાંબાજ સૈનિકના રૂપમાં લાન્સ નાયક દીપકસિંહે 15 જૂન 2020મા લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોનો જોરદાર સામનો કર્યો હતો. ઝઘડા દરમિયાન તેમણે પોતાના સાથીઓ સાથે ચીની સેનાને પાછળ જવા મજબુર કરી હતી. પરંતુ આ સંઘર્ષમાં દીપકસિહ માતૃભૂમિની રક્ષા કરતા કરતા શહીદ થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp