પત્નીએ પતિની પ્રેમિકાના ઘરમાં લગાવી આગ, પ્રેમિકા અને તેના 6 વર્ષના દીકરાનું મોત

PC: dainikbhaskar.com

રાજસ્થાનના ભરતપુરના પૉશ વિસ્તારમાં મહિલા ડોક્ટરે તેના ડૉક્ટર પતિની પ્રેમિકાના ઘરમાં આગ લગાવી દીધી અને બહારથી દરવાજો પણ બંધ કરી દીધો હતો. શ્વાસ નહિ લેવાવવાના કારણે તે યુવતિ અને તેના 6 વર્ષના દીકરાનું મૃત્યુ થઈ ગયું હતું. તે બંનેને બચાવવાના પ્રયાસમાં યુવતિનો ભાઈ પણ દાઝી ગયો હતો. યુવતિ ડૉક્ટર દંપતિના ક્લિનિકમાં કામ કરતી હતી. પતિ સાથે અફેર છે તે જાણ થતાં મહિલા ડોક્ટરે યુવતિને કાઢી નાખી હતી. તેમ છતાં, ડૉક્ટર અને યુવતિ વચ્ચે મળવાનો સિલસિલો ચાલતો રહેતો હતો. ડૉક્ટરે યુવતિ માટે મકાન પણ શોધી રાખ્યું હતું.

મહિલા ડૉક્ટર સીમા ગુપ્તા તેની સાસુ સુલેખાની સાથે ડૉક્ટર પતિ સુદીપ ગુપ્તાની પ્રેમિકા દીપા ગુર્જરને ધમકી આપવા માટે ગઈ હતી. બંને વચ્ચે ઉગ્ર વિવાદ થતાં અચાનક જ મહિલા ડૉક્ટરે પોતાની સાથે લાવેલી સ્પિરિટની બોટલને ફર્નિચર પર ફેંક્યું અને આગ લગાવી દીધી. ત્યાર પછી તે ઘરની બહાર જઈ દરવાજો બંધ કરી દીધો. એટલામાં આગ એટલી બધી વધી ગઈ કે કોઈ ઘરમાં ઘુસી શક્યું નહિ. શ્વાસ નહિ લેવાવવાના કારણે 25 વર્ષીય દીપા ગુર્જર અને તેના 6 વર્ષના દીકરાની મોત થઈ ગઈ.

પોલીસે ડૉ.સુદીપ અને તેની પત્ની ડૉ.સીમાની ધરપકડ કરી લીધી છે. સાથે જ સીમાની સાસુ સુલેખાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. ડૉ.સુદીપની શ્રીરામ નામની હોસ્પિટલ છે. દીપા 2 વર્ષ પહેલા શ્રીરામ હોસ્પિટલમાં કામ કરતી હતી. તે દરમ્યાન ડૉ.સુદીપ અને દીપાની વચ્ચે પ્રેમ શરૂ થયો. આ વાતની જાણ સુદીપની પત્ની સીમાને લાગી ગઈ તો તેણે દીપાને નોકરીમાંથી કાઢી નાખી હતી. તેમ છતાં ડૉ.સુદીપ અને દીપાની વચ્ચે સંબંધ ચાલતો રહ્યો.

1 નવેમ્બરના રોજ દીપાએ તેના મકાનમાં સ્પા એન્ડ સેલૂન સેન્ટર ખોલેલું. જ્યાં સુદીપે તેને ગેરકાયદેસર રીતે રાખી હતી. અસલમાં તે મકાન સીમા અને સુદીપના નામે છે. જ્યારે આ વાત અંગે સીમાને જાણ થઈ તો તે ગુસ્સામાં પોતાની સાસુની સાથે દીપા જોડે લડવા તેના નિવાસસ્થાને પહોંચી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp