લગ્નના 14 વર્ષે અચંબામાં પતિ, અચાનક ખબર પડી કે બાંગ્લાદેશી છે પત્ની પછી...

PC: indiatoday.in

કોલકાતાના તિલજલા વિસ્તારમાં એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ પોતાના લગ્નના 14 વર્ષ બાદ પોલીસને જણાવ્યું કે, તેની પત્ની બાંગ્લાદેશી છે. તિલજલાના રહેવાસી વ્યવસાયીને એ સમયે ખબર પડી જ્યારે બંને વચ્ચે ઝઘડો થયો અને પત્નીએ પતિ વિરુદ્વ કલમ 498(A) હેઠળ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવી દીધો. ત્યારબાદ ખબર પડી કે પત્ની બાંગ્લાદેશી નાગરિક છે. ત્યારબાદ પતિએ FIR નોંધાવીને ગૃહ મંત્રાલય પાસે કાયદાકીય સહાયતા પણ માગી છે.

મહિલાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો કે, પતિ દ્વારા મારામારી કરવા અને અન્ય ક્રૂરતાના કારણે ગર્ભપાત થઈ ગયો. ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 498(A) એક એવી કલમ છે, જેનાથી મહિલાઓ પોતાના પતિ અને સાસરાવાળાઓ વિરુદ્ધ માનસિક અને શારીરિક યાતનાઓનો આરોપ નોંધાવે છે. વ્યવસાયીના વકીલે દાવો કર્યો કે પશ્ચિમ વર્ધમાન નર્સિંગ હોમથી જન્મ પ્રમાણપત્ર અને મહિલાના બીજા બાળકો જીવિત હોવાના પ્રમાણથી ખબર પડી કે પત્નીના દાવામાં કંઈક ગરબડ છે.

પતિ-પત્નીમાં વિવાદ બાબતે આસપાસમાં બધી અફવાહો હતી. ત્યારબાદ પતિને પત્નીના સરનામાને લઈને શંકા થઈ. પતિના વકીલ શયાન સચિન બસુના જણાવ્યા મુજબ, ખબર પડી કે ઉત્તર પ્રદેશની ભારતીય નાગરિક હોવાનું પત્નીનું સર્ટિફિકેટ નકલી બનાવવામાં આવ્યું હતું. તે વર્તમાનમાં પોતાના બે બાળકો સાથે ફરાર છે. તેણે એમ પણ કહ્યું કે, તેની પાસે એ વાતના પૂરતા કારણ છે કે તે અમેરિકા જવા માગતી હતી, જ્યાં તેનો ભાઈ રહેતો એટલે અમે પહેલા તેના ભારતીય પાસપોર્ટને અમાન્ય કરવાની અરજી આપી, જેથી તેને વિઝા ન આપી શકાય.

વકીલે કહ્યું કે બંને ઉત્તર પ્રદેશના એક લગ્ન સમારોહમાં મળ્યા હતા અને વર્ષ 2009માં લગ્ન કરી લીધા હતા. માહિતીના અધિકારના જવાબમાં પતિને મે મહિનામાં ગૃહ મંત્રાલય (વિદેશ વિભાગ)થી એક પત્ર મળ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કાર્યાલયને ઈનપુટ મળ્યા છે કે તે એક બાંગ્લાદેશી નાગરિક છે અને બાંગ્લાદેશી પાસપોર્ટ ધારક છે. તેણે છળથી ભારતીય પાસપોર્ટ હાંસલ કર્યો છે. એક રિપોર્ટ મુજબ, વ્યક્તિએ તિલજલા પોલીસ સ્ટેશનમાં વિદેશી અધિનિયમની કલમ 14A (B) અને પાસપોર્ટ અધિનિયમની કલમ 12 સાથે સાથે ઇન્ડિયન પિનલ કોડની કેટલીક કલમો હેઠળ પત્ની વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp