‘પત્નીને ખાવાનું બનાવતા આવડતું નથી, છૂટાછેડા અપાવી દો..’ કોર્ટે જુઓ શું કહ્યું

PC: twitter.com

કેરળ હાઇ કોર્ટે એક મહત્ત્વનો ચૂકાદો આપતા કહ્યું કે, જો પત્નીને ખાવાનું બનાવતા આવડતું નથી તો તેને ક્રૂરતા બતાવતા છૂટાછેડા લેવાનો આધાર નહીં હોય શકે. હાઇ કોર્ટના બે જજોની બેન્ચે પતિની અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ અનિલ કે. નરેન્દ્રન અને જસ્ટિસ સોફી થૉમસની બેન્ચ સમક્ષ કરવામાં આવેલી અરજીમાં પતિ તરફથી કહેવામાં આવ્યું હતું કે પત્નીને ખાવાનું બનાવવાનું આવડતું નથી અને તે એટલે તેના માટે તૈયાર પણ નથી.

બેન્ચે માન્યું કે, અરજીકર્તા દ્વારા આગ્રહ કરવામાં આવેલો ક્રૂરતાનો વધુ એક આધાર એ છે કે પ્રતિવાદી ખાવાનું બનાવવાનું જાણતી નથી અને એટલે તેણે તેના માટે ભોજન બનાવ્યું નથી. તેને કાયદાકીય લગ્ન સમાપ્ત કરીને પર્યાપ્ત ક્રૂરતા પણ નહીં કહી શકાય. આ કેસમાં બંનેના લગ્ન મે 2012માં થયા હતા. પતિ-પત્ની અબુ ધાબીમાં લાંબા સમયથી રહેતા હતા. પતિએ દલીલ કરી કે પત્નીએ તેના સંબંધીઓની ઉપસ્થિતિમાં તેનું અપમાન કર્યું અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો. તે ક્યારેય તેનું સન્માન કરતી નથી અને તેનાથી દૂરી બનાવીને રાખે છે.

એવો પણ દાવો કરવામાં આવ્યો કે, પત્ની એક વખત તેના પર થૂંકી હતી. જો કે, પછી તેણે માફી પણ માગી લીધી હતી. સાથે જ કહેવામાં આવ્યું કે, પત્નીએ એ કંપનીમાં પતિની ફરિયાદ મોકલી જ્યાં તે કામ કરી રહ્યો હતો. નોકરી જવડાવવા માટે પતિ વિરુદ્ધ અપમાનજનક નિવેદન આપ્યા. પતિએ આગળ કહ્યું કે, તે તેના માટે ખાવાનું બનાવવા માટે તૈયાર નહોતી અને અહી સુધી કે મૂર્ખતાપૂર્ણ કારણોથી તેની માતા સાથે ઝઘડો પણ કરતી હતી.

પત્નીએ બધા આરોપોનો વિરોધ કર્યો અને તર્ક આપ્યો કે, તેના પતિમાં યૌન વિકૃતિઓ હતી. પતિને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે અને તેણે પોતાની દવાઓ પીવાની પણ બંધ કરી દીધી છે. હાઇ કોર્ટે કહ્યું કે, પત્નીએ પોતાના પતિમાં જોયેલા વ્યાવહારિક પરિવર્તનો બાબતે ચિંતા વ્યક્ત કરી હતી એ જાણકારી લગાવવા માટે તેની સાથે શું ખોટું હતું, તેણે સામાન્ય જીવનમાં પરત લાવવા માટે તેની ઓફિસમાં લોકો પાસે મદદ માગી હતી.

કોર્ટે કહ્યું કે, આ આરોપને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી કે તે પોતાના પતિ પર થૂંકી હતી. આ આધાર પર લગ્ન વ્યાવહારિક અને ભાવાત્મક રૂપે સમાપ્ત થઈ ચૂક્યા હતા અને બંને પક્ષ 10 વર્ષથી અલગ-અલગ રહેતા હતા એટલે કાયદાકીય રૂપે એક પક્ષ એકતરફી લગ્નની બહાર નીકળવાનો નિર્ણય નહીં કરી શકે, જ્યારે છૂટાછડાને ઉચિત ઠેરવવા માટે પૂરતા આધાર નથી. એમ કહેતા ખૂબ લાંબા સમય સુધી એક સાથે ન રહેવાના કારણે તેમના લગ્ન વ્યાવહારિક અને ભાવાત્મક રૂપે સમાપ્ત થઈ ગયા છે. કોઈને પણ પોતાના સ્વયંના દોષપૂર્ણ કાર્યો કે નિષ્ક્રિયતાઓથી પ્રોત્સાહન લેવાની મંજૂરી નહીં આપી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp