શું વિકિપીડિયા પર ભરોસો કરાય? જાણો સુપ્રીમ કોર્ટે શું કરી ટીપ્પણી

PC: khabarchhe.com

સુપ્રીમ કોર્ટે મંગળવારે એક નિર્ણય દરમિયાન કોર્ટોને વિકિપીડિયાના ભરોસે ન રહેવાની સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે એવી પણ સલાહ આપી છે કે, કાયદાકીય મુદ્દાઓને સોલ્વ કરવા માટે તેનો સહારો ન લેવામાં આવે. જસ્ટિસ સૂર્યકાંત અને વિક્રમનાથની બેન્ચે કહ્યું કે, વિકિપીડિયા પર જાણકારી સામાન્ય લોકો દ્વારા જ નાખવામાં આવે છે. પછી તેની એડિટિંગ કોઇ પણ યુઝર કરી શકે છે. કોર્ટે કહ્યું કે, એવામાં અહીં ઉપસ્થિત જાણકારીઓની ચોકસાઇ આંકી શકાય નહીં.

એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ પ્લેટફોર્મ્સ દુનિયામાં મફત જાણકારીના સ્ત્રોત હોય શકે છે, પરંતુ કાયદાકીય નિર્ણયોમાં તેનો રેફરન્સ આપતી વખત આપણે થોડી સાવધાની રાખવી જોઇએ. અમે એવું એટલે કહી રહ્યા છીએ કેમ કે જ્ઞાનનો ભંડાર હોવા છતા આ પ્લેટફોર્મ પૂરી રીતે ભરોસાપાત્ર નથી. તેનું કારણ એ છે કે તેના પર સામાન્ય લોકો દ્વારા કોઇ પણ દેખરેખ વિનાની જાણકારી લખવમાં આવે છે એડિટ કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટો અને નિર્ણાયક ઓથોરિટીઝને નિર્ણયો માટે વધારે ભરોસાપાત્ર અને ઓથેન્ટિક સોર્સિસનો સંદર્ભ આપવો જોઇએ. સુપ્રીમ કોર્ટે આ દરમિયાન કમિશનર ઓફ કસ્ટમ્સ બેંગ્લોરમાં બનેલું એસેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (વર્ષ 2008) 1 SSC 382નો પણ સંદર્ભ આપ્યો હતો. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, વિકિપીડિયા એક ઓનલાઇન ઇનસાઇક્લોપીડિયા છે. અહીં કોઇ પણ એવી વ્યક્તિ જાણકારી નાખી શકે છે જે ઓથેન્ટિક ન હોય.

શું હતો કેસ?

આ કેસ એક કમ્પ્યુટર આયાતના ટેરિફ સાથે જોડાયેલો હતો. કંપનીએ કોઇ અન્ય ટેરિફ પાસેથી કમ્પ્યુટરનું એસેસમેન્ટ કર્યું હતું. ત્યારબાદ કસ્ટમની તપાસમાં તેની ટેરિફ અલગ અલગ જોવા મળ્યો આસિસટેન્સ કમિશનર ઓફ કસ્ટમ્સ અને કમિશનર ઓફ કસ્ટમ્સ (અપીલ)એ પણ બીજાવાળા ટેરિફને યોગ્ય ગણાવ્યો. ત્યારબાદ કસ્ટમ એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ અપીલીય ટ્રિબ્યુનલે પણ તેને યોગ્ય ગણાવ્યો, સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેને સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફ એક્ટ 1985ના ફર્સ્ટ શેડ્યૂલ સાથે જોડાયેલું બતાવ્યું. કોર્ટે કહ્યું કે, એજ્યુકેટિંગ ઓથોરિટીઝ, ખાસ કરીને કમિશનર ઓફ કસ્ટમ્સ (અપીલ)એ પોતાના આદેશમાં કંક્લૂઝન માટે વિકિપીડિયા જેવા ઓનલાઇન સોર્સિસનો ઘણો બધો ઉપયોગ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp