તો શું ભાજપ હવે MLAને સરપંચની ચૂંટણી લડાવશે? MPમાં ટિકિટોની જાહેરાત પછી બળવાખોરી

PC: .bhaskar.com

તો શું ભાજપ હવે MLAને સરપંચની ચૂંટણી લડાવશે? કેમ આવો પ્રશ્ન પૂછાઇ રહ્યો છે..ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની જોડી પ્રયોગો કરવા માટે જાણીતી છે. ત્યાં પણ ગુજરાતની જેમ 20 વર્ષથી ભાજપનું શાસન છે. સરકાર સામે એન્ટીઇન્કમબન્સી છે. એકાદ બે મહિનામાં ચૂંટણી થવાની છે. ભાજપ માટે સ્થિતિ સારી નથી. એટલે પ્રયોગો કરવા પડે તેમ જ છે. એટલે ગુજરાતમાં જેમ પ્રયોગ કરીને જીત મેળવી તે રીતે જ ત્યાં પણ પ્રયોગો કરાઇ રહ્યા છે. પંરતુ ત્યાં ગુજરાત જેવું નથી. અહીં નેતાઓ ચુપચાપ સહન કરી લે છે. વધારે બોલતા નથી. પરંતુ ત્યાં તો સતત બળવો થઇ રહ્યો છે.

ત્યાં હજુ ચૂંટણી જાહેર થઇ નથી પરંતુ ભાજપે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. સોમવારે જ 80 ઉમેદવારોની લિસ્ટ જાહેર કરાયું ત્યારે જાણે ભૂંકપ આપ્યો. તેમાં 8 નામ એવા હતા જે કેન્દ્રીય સ્તરના નેતાઓ છે તેમાં મંત્રી છે, સંગઠન મહાસચિવ છે. તેમાં 3 મંત્રી, 4 સાંસદ, 1 કેન્દ્રીય મહાસચિવને લડવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ હાઇકમાન્ડે બધાને રણસંગ્રામમાં ઉતારી દીધા છે. જોકે, મોટાભાગના નેતાઓને આ ગમ્યુ હોય તેમ લાગતું નથી.

તો ચાલો જોઇએ કોણે શું કહ્યું-

1.સતના મૈહર નારાયણ ત્રિપાઠી ના બદલે સાંસદ શ્રીકાંત ચતુર્વેદીને ટિકિટ આપતા ત્રિપાઠી અકળાયા છે- તેમણે કહ્યું કે હું રેસમાં હતોજ નહીં. વિધ્યને જુદુ રાજ્ય બનાવવા માટે અંત સુધી લડતો રહીશ. ભાજપ જો આટલા સિનિયર નેતાઓને ચૂંટણી લડાવવા માગે છે તો મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ આડવાણીનો શું વાંક હતો. સાંસદ જો વિધાનસભા લડશે તો ધારાસભ્યો શું સરપંચની ચૂંટણી લડશે. યુવા રાષ્ટ્રની વાત કરતી પાર્ટીએ આટલા વૃદ્ધ નેતાઓને કેમ મેદાનમાં ઉતાર્યા છે. ત્રિપાઠી આજ દિન સુધી આ સીટ પર કોંગ્રેસ, સપા અને ભાજપ બધી પાર્ટીઓને જીતાડી ચૂક્યા છે. હવે તેઓ વિંધ્ય પાર્ટી બનાવીને ચૂંટણી લડશે. તેઓ અહીંથી ચાર વાર જીતી ચૂક્યા છે.

2. કેદારનાથ શુક્લા -સીધી સીટ પરથી એમએલએ છે તેમની જગ્યા સાંસદ રીતિ પાઠકને ટિકિટ આપવામાં આવી છે. તેમના વિસ્તારમાં પેશાબ કાંડ થયો હતો જેમાં ભાજપના નેતાએ એક દલિત પર પેશાબ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જાહેરાત થતા જ તેમણે કહ્યું છે કે રીતિ પાઠક આખા રાજ્યમાં સૌથી વધુ મતોથી હારશે. કેદારનાથ પોતે નિર્દલીય ચૂંટણી પણ લડશે. તેમની સાથે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ રાજેશ મિશ્રાએ પણ પાર્ટી છોડી દીધી છે.

3. જાલમસિહ નરસિંહપુરથી એમએલએ છે. તેમને બદલે કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલને ટિકિટ આપી છે. પ્રહલાદ પટેલે કહ્યું કે મને મને પહેલીવાર વિધાનસભા લડવાનો મોકો આપનાર પાર્ટીનો હું આભાર માનું છું

4. કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) મોટા નેતા છે. તેઓ કેન્દ્રીય મહાસચિવ છે. તેમને ઇંદૌર-1થી ટિકિટ આપી છે. આ બેઠક ભાજપ ગત વખતે હારી ગયું હતું. તેમણે કાર્યકરો સાથે વાતચીતમાં કહ્યું કે હવે મોટા નેતા થઇ ગયા છીએ. હવે ક્યાં હાથ-પગ જોડવા જવાના. હવે તો ભાષણ આપીને નીકળી જવાનું. અમે તો એમ હતું. મારી તો લડવાની કોઇ ઇચ્છા ન હતી. જોકે, હવે મારી અપેક્ષા છે કે તમારે બધાએ મળીને રેકોર્ડ જીત મેળવી આપવાની છે. મે તો પ્લાન પણ કરી લીધેલું કે દરરોજ 8 સભાઓ કરીશ. હેલિકોપ્ટરથી 5 સભા અને કારથી 3 સભા. પરંતુ ઇશ્વરની ઇચ્છા ન હતી. મને હજુ પણ વિશ્વાસ નથી થતો કે હું ઉમેદવાર છું. મને તો એમ હતું કે દીકરા આકાશનું રાજકીય અહિત ન થાય. તેણે શહેરમાં ખૂબ મહેનત કરી છે. દરમિયાનમાં ભીડમાંથી અવાજ આવે છે કે સીએમ બનવાના છો. તો વિજયવર્ગીય બોલે છે-ઠીક છે તે તો.

5. નરેન્દ્રસિંહ તોમર પણ કેન્દ્રીય મંત્રી, મુરૈનાથી લડવાના છે. તેમને ટિકિટ મળતા તે પણ હેબતાઇ ગયા હોય તેમ લાગતું હતું. તેમણે એટલું જ કહ્યું કે કોઇપણ વ્યક્તિ સૌથી પહેલા પાર્ટીનો કાર્યકર છે. એટલે જે તે નક્કી કરે તે કરવાનું હોય. પરંતુ શું હજુ પણ મોટા નેતાઓને લડાવવામાં આવશે. એવો સવાલ કરતા તેમણે કહ્યું કે આગે આગે દેખિયે હોતા હૈ ક્યા.

6. સાંસદ ગણેશસિંહને સતનાથી ટિકિટ અપાઇ છે. તેમની સામે ભાજપ છોડી ચૂકેલા રત્નાકર ચતુર્વેદીએ નિર્દલીય લડવાની ઘોષણા કરી દીધી છે. રત્નાકર ચતુર્વેદી યુવા મોરચાના નેતા છે. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં પાર્ટી માટે ખૂબ મહેનત કરી તેનું ફળ હવે આવું મળી રહ્યું છે. પાર્ટીનો ખૂબ ખૂબ આભાર.

આ તો થઇ નેતાઓના રીએક્શનની વાત. પરંતુ ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે વર્ષ 2018ની ચૂંટણીમાં ભાજપ હારી ગયું હતું. ત્યાં કોંગ્રેસને તોડીમાં ફરી સરકારમાં આવ્યું હતું. પરંતુ હવે ફરી ત્યાં પાર્ટીની સ્થિતિ સારી નથી. એટલે હવે જુગાર રમવા સિવાય છૂટકો નથી. લાગ્યું તો તીર નહીં તો તુક્કો. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આ તો વર્ષ 2024ની ચૂંટણીની તૈયારી છે. વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો તો ભાજપ જાણે જ છે. એટલે લોકસભાની ચૂંટણીમાં ત્યાં કોઇ મોટું નુક્સાન ન થાય તેની તૈયારી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp