શું શાખામાં છોકરાઓ સાથે છોકરીઓ પણ લઇ શકશે હિસ્સો? RSS તરફથી આવી પ્રતિક્રિયા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની શાખાઓમાં છોકરીઓ કેમ નથી જતી? આ સવાલ ખૂબ જૂનો છે, પરંતુ તેના પર RSSના વરિષ્ઠ પદાધિકારી સુનિલ આંબેકરનું તાજેતરનું નિવેદન સામે આવ્યું છે. સુનિલ આંબેકરે બુધવારે કહ્યું કે, જમીની સ્તર પર એવી કોઇ માગ ઉઠી નથી કે શાખાઓમાં છોકરાઓ સાથે જ છોકરીઓએ પણ ભાગ લેવો જોઇએ. જો સમાજ તરફથી એવી કોઇ માગ ઉઠે છે તો તેના પર વિચાર કરવામાં આવશે, અત્યાર સુધી સમાજે એવી કોઇ માગ કરી નથી. જો એવી કોઇ વાત આવે છે તો સંઘ વર્તમાન ઢાંચામાં આવશ્યક બદલાવ કરશે.
અનિલ આંબેકર રાષ્ટ્રીય પ્રવક્તા છે, તેમણે આ વાત એક ન્યૂઝ ચેનલના ખાસ કાર્યક્રમમાં કહી હતી. શાખા લાગવા દરમિયાન RSSના સ્વયંસેવક રોજ એકત્ર થાય છે. ત્યાં આયોજિત થનારા કાર્યક્રમોમાં વ્યાયામ અને દેશભક્તિના ગીત ગાવામાં આવે છે. સંગઠનમાં મહિલાઓ કોઇ મોટા પદ પર કેમ નથી? એમ પૂછવામાં આવતા સુનિલ આંબેકરે કહ્યું કે, જમીની સ્તર પર RSSની શાખાઓ માત્ર છોકરાઓ માટે છે, પરંતુ રાષ્ટ્ર સેવિકા સમિતિ જે RSSનું એક સર્વ મહિલા સંગઠન છે, 1930ના દશકથી RSS જેવું જ કામ કરી રહ્યું છે.
સુનિલ આંબેકરે વધુમાં કહ્યું કે, જો કોઇ વિસ્તારના લોકો કહે છે કે છોકરીઓ અને છોકરા એક સાથે તેમાં ભાગ લઇ શકે છે તો અમે પોતાના ઢાંચામાં આવશ્યક બદલાવ કરીશું, પરંતુ સમાજ તરફથી એવી કોઇ માગ ઉઠી નથી. મણિપુરની હાલત પર આંબેકરે કહ્યું કે, આ એક ગંભીર મામલો છે અને દેશની દરેક વ્યક્તિ માટે એ ગંભીર વિષય છે. RSS પ્રમુખ મોહન ભાગવતે પણ ત્યાંની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, RSSના કાર્યકર્તા શાંતિ સ્થાપિત કરવા માટે ત્યાં જમીની સ્તર પર સક્રિય છે, તેઓ સમાધાન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેના માટે પ્રયાસ ચાલુ રાખશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp