NDAમાં જવાના સવાલ પર બોલ્યા કે.સી. ત્યાગી-રાજનીતિમાં કોઈ દુશ્મન નહીં, પરંતુ..

PC: theprint.in

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જનતા દળ યુનાઈટેડ (JDU)ના અધ્યક્ષ બન્યા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે નીતિશ કુમાર ભારતીય જનતા દળ (BJP)ના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)માં ફરી શકે છે. તેને એ સમયે વધુ બળ મળી ગયું જ્યારે JDUમાં મુખ્ય પ્રવક્તા કે.સી. ત્યાગીએ એક સવાલના જવાબમાં કહ્યું કે, રાજનીતિમાં કોઈ દુશ્મન હોતું નથી.

ભાજપ સાથે જવાને લઈને એક ન્યૂઝ ચેનલ તરફથી પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં JDUના મુખ્ય પ્રવક્તા કે.સી. ત્યાગીએ તેને ભાજપનો પ્રોપગેન્ડા બતાવ્યો, પરંતુ તેની સાથે જ તેમણે કહ્યું કે, રાજનીતિમાં ક્યારેય કોઈ દુશ્મન હોતું નથી, પરંતુ અસહમતી હોય છે. એટલું જ નહીં, વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન INDIA ગઠબંધનમાં ભલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને અત્યાર સુધી કોઈ મહત્ત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવી નથી, પરંતુ JDUએ તેમને INDIA ગઠબંધનના વિચારોના સંયોજક અને પ્રધાનમંત્રી કરાર આપ્યો.

JDUના મુખ્ય પ્રવક્તા કે.સી. ત્યાગીએ અહી પત્રકારોના સવાલોના જવાબ આપતા કહ્યું કે, ‘નીતિશ કુમાર INDIA ગઠબંધનના વિચારોના સંયોજક અને વિચારોના પ્રધાનમંત્રી છે. હું ખૂબ જ સ્પષ્ટ રૂપે તમને કહેવા માગું છું. તેમણે સામાજિક ન્યાયના સવાલાને એટલી પ્રમુખતા આપી છે કે તેઓ આજે વિચારના જ સંયોજક છે. તેમને પૂછવામાં આવ્યું હતું કે, JDUના અધ્યક્ષ બની જવાથી શું નીતિશ કુમારને INDIA ગઠબંધનમાં કોઈ પદ મળી જશે.

ઉલ્લેખનીય છે કે, નીતિશ કુમારે જ વિપક્ષી પાર્ટીઓને એકજૂથ કરવાની પહેલ કરી હતી અને તેને ધ્યાનમાં લઈને સૌથી પહેલી બેઠક પટનામાં આયોજિત કરવામાં આવી હતી. ત્યારબાદ થયેલી બેઠકોમાં ગઠબંધનનું નામ INDIA રાખવામાં આવ્યું. જો કે, અત્યાર સુધી ગઠબંધન તરફથી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કોણ આ ગઠબંધનના સંયોજક કે પછી ચહેરો હશે.

રાજધાની દિલ્હીમાં થયેલી ગઠબંધનની ગત બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી માટે સીટ વહેચણી, જોઇન્ટ જનસભાઓ અને નવી રીતે રણનીતિ બનાવવા સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. પટના, બેંગ્લોર અને મુંબઈ બાદ દિલ્હીમાં આયોજિત કરવામાં આવેલી ગઠબંધનની આ ચોથી બેઠક હતી.

આ બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું કે વડાપ્રધાન પદના ચહેરા બાબતે  નિર્ણય ચૂંટણીમાં જીત બાદ થશે. જો કે, MDMK નેતા વાયકોએ કહ્યું હતું કે બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિપક્ષી ગઠબંધન તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં દલિત ચહેરા તરીકે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેના નામનો પ્રસ્તાવ આપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp