શું દાળ મોંઘી થશે? ભારત-કેનેડા તણાવ રસોડાના બજેટને બગાડી શકે છે

PC: newstrack.com

PM જસ્ટિન ટ્રુડોના આરોપો બાદ ભારત અને કેનેડા વચ્ચે જે તણાવ વધ્યો છે, તેની અસર હવે સામાન્ય જનતા પર પણ પડી શકે છે. વાસ્તવમાં એવી શક્યતાઓ છે કે, જો તણાવ વધુ ઊંડો થાય તો તેની અસર મસૂરની દાળ પર પણ જોવા મળી શકે છે. ખાસ વાત એ છે કે, ખાસ વાત એ છે કે, દર વર્ષે ભારત કેનેડામાંથી મોટી માત્રામાં મસૂર દાળની ખરીદી કરે છે. જોકે, ભારત પાસે અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, ભારત દર વર્ષે કેનેડામાંથી લગભગ 4-5 લાખ ટન મસૂરની ખરીદી કરે છે. જો કેનેડા સાથેના સંબંધોને કારણે મસૂર દાળની આયાત કરવામાં કોઈ સમસ્યા થવાની હોય તો ઓસ્ટ્રેલિયા પણ ભારતનો વિકલ્પ બની શકે છે. એવી પણ આશંકા છે કે, જો સપ્લાય ચેઇનને અસર થશે તો મસૂરની દાળના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. હાલમાં મસૂરની દાળ ચણાની દાળ પછી બીજા નંબરની સૌથી સસ્તી કઠોળ છે.

ભારતીય બજારમાં મસૂર દાળની સરેરાશ કિંમત 91-95 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે મોંઘી દાળમાં સમાવિષ્ટ મગ 110 રૂપિયા પ્રતિ કિલો અને તુવેર 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. જો કે એવું નથી કે, ભારત સંપૂર્ણપણે કેનેડા પર નિર્ભર છે. લગભગ 70 ટકા સ્થાનિક ઉત્પાદન એકલા મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં થાય છે. એવું માનવામાં આવે છે કે ભારતમાં મસૂરનો વાર્ષિક વપરાશ 18 થી 20 લાખ ટન છે.

અહેવાલ છે કે, ભારતે આ વર્ષે અત્યાર સુધીમાં 11 લાખ ટન દાળની આયાત કરી છે. મીડિયા સૂત્રો સાથે વાત કરતા ઈન્દોર સ્થિત મયુર કોર્પોરેશનના વાઇસ પ્રેસિડેન્ટ હર્ષ રાયે જણાવ્યું હતું કે, તુવેરનો વિકલ્પ બનવાને કારણે મસૂરની દાળનો વપરાશ વધ્યો છે. તેમણે કહ્યું કે તુવેર મોંઘી થવાને કારણે મસૂરની દાળ તેનો વિકલ્પ બની ગઈ છે.

રિપોર્ટ અનુસાર, વર્ષ 2022-23માં ભારતે ઓસ્ટ્રેલિયાથી 3.5 લાખ ટન મસૂરની દાળ આયાત કરી હતી. જ્યારે કેનેડાના કિસ્સામાં આ આંકડો 4.85 લાખ ટન હતો. નાણાકીય વર્ષ 2023-24માં ઓસ્ટ્રેલિયાથી 2.67 લાખ ટન અને કેનેડામાંથી 1.90 લાખ ટન મસૂરની આવક થઈ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેનેડામાં મસૂરનું ઉત્પાદન 2023માં ઘટીને 15.4 લાખ ટન રહી ગયું છે, જે ગયા વર્ષે 23 લાખ ટન હતું. આવી સ્થિતિમાં માત્ર પાછલા મહિનામાં જ મસૂરની દાળના ભાવમાં લગભગ 100 ડોલરનો વધારો નોંધાયો હતો.

જો ભારત-કેનેડા સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો કઠોળનો પુરવઠો ઘટી શકે છે. જો મસૂરના સપ્લાયને અસર થશે તો તેની કિંમતો પર પણ અસર થશે. ભારતમાં દાળના ભાવ વધી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે છેલ્લા કેટલાક મહિનામાં દાળની મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ઘણા જરૂરી પગલાં લીધા છે. સરકારે કઠોળની આયાત માટેની શરતો હળવી કરી છે. આ સિવાય સ્થાનિક સ્તરે પણ સ્ટોક લિમિટ લાદવામાં આવી છે. જો કે કેન્દ્રની મોદી સરકારના તમામ પ્રયાસો છતાં દાળના ભાવમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં કેનેડા વિવાદ કઠોળની મોંઘવારી વધુ વધારી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp