શું બંધ થઇ જશે પેપર ટિકિટ? રેલવે લઇ શકે છે મોટો નિર્ણય, બોર્ડે બહાર પાડ્યો આદેશ

PC: hindi.news18.com

ભારતીય રેલ્વે તેના રોજિંદા કામમાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાનો વધુને વધુ પ્રયાસ કરી રહી છે. નવી ટેકનોલોજી દ્વારા ટ્રેનોને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવામાં આવી રહી છે. આ સાથે ટેક્નોલોજીની મદદથી મુસાફરોની સુવિધાઓમાં સતત સુધારો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, એવા સમાચાર આવી રહ્યા છે કે, રેલવે હવે તેની બાકીની ટિકિટ પ્રિન્ટિંગ પ્રેસ બંધ કરશે. તો શું આવનારા સમયમાં રેલવે ટિકિટિંગ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે? પરંતુ નજીકના ભવિષ્યમાં તેવું થવાની શક્યતા બહુ ઓછી છે. વાસ્તવમાં, શક્ય છે કે રેલવે ટિકિટ પ્રિન્ટિંગનું કામ ખાનગી ક્ષેત્રને સોંપી શકે.

2017માં તત્કાલિન રેલવે મંત્રી પીયૂષ ગોયલે પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે સરકાર ટિકિટ પ્રિન્ટિંગનું કામ ત્રીજા પક્ષ એટલે કે ખાનગી ક્ષેત્રને સોંપવા માંગે છે. અહેવાલો અનુસાર, આ પહેલીવાર નથી જ્યારે રેલવે પ્રિન્ટિંગ પ્રેસને બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે. રેલવે પાસે કુલ 14 પ્રિન્ટિંગ પ્રેસ હતી જેમાંથી 9 પ્રિન્ટિંગ પ્રેસ બંધ કરવાનો નિર્ણય પહેલાથી જ લઇ લેવામાં આવ્યો છે. જે પછી રેલવેની પાસે જે 5 પ્રિન્ટિંગ પ્રેસ બચી હતી હવે તેને પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવે બોર્ડે આ અંગે ઝોનલ રેલવેને આદેશ આપી દીધા છે. બોર્ડના અધિકારીના જણાવ્યા અનુસાર, ભાયખલા (મુંબઈ), હાવડા (કોલકાતા), શકુરબસ્તી (દિલ્હી), રોયાપુર (ચેન્નઈ) અને સિકંદરાબાદમાં વર્તમાનમાં ચાલુ રેલવે પ્રિન્ટિંગ પ્રેસને બંધ કરવામાં આવશે. અહીં રેલ્વેની રિઝર્વ અને જનરલ બંને પ્રકારની ટિકિટ પ્રિન્ટ થતી હતી. આ સાથે અહીં રોકડ રસીદો અને 46 પ્રકારના મની વેલ્યુના દસ્તાવેજો પણ છાપવામાં આવતા હતા. અહીં તમને જણાવી દઈએ કે, ભલે તેનો આદેશ હમણાં આપવામાં આવ્યો હોય, પરંતુ આ પ્રેસને બંધ કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય ત્રણ વર્ષ પહેલા 2019માં જ લઇ લેવામાં આવ્યો હતો.

રેલ્વે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે, 19 ટકા કાઉન્ટર ટિકિટ પ્રિન્ટિંગનું મોટાભાગનું કામ બહારથી થઈ રહ્યું છે. દેશભરમાં લગભગ 74 પ્રિન્ટિંગ પ્રેસ છે, જ્યાં 95 ટકા રેલ્વે ટિકિટ પ્રિન્ટ થાય છે. રેલવેની પાંચ પ્રિન્ટિંગ પ્રેસમાં માત્ર પાંચ ટકા જ પ્રિન્ટિંગ થઈ રહ્યું છે. આ સિવાય રેલવે પ્રિન્ટિંગ પ્રેસમાં ટિકિટ પ્રિન્ટિંગ મોંઘી પડે છે, જ્યારે બહારથી સસ્તા દરે ટિકિટ છાપવામાં આવી રહી છે. પ્રિન્ટીંગ પ્રેસમાં નિમણુંક પામેલા કર્મચારીઓને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યારે મશીનો, પ્લાન્ટ અને અન્ય સામગ્રી સહિતની જમીનનો નિકાલ ઝોનલ રેલવે દ્વારા કરવામાં આવશે.

રેલવે હવે તેની ટિકિટોને સંપૂર્ણ રીતે ડિજિટલ કરવાની દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. એક સમાચાર અનુસાર, હાલમાં કાઉન્ટર પરથી માત્ર 19 ટકા ટિકિટો જ ખરીદવામાં આવી રહી છે. જ્યારે, 81 ટકા ટિકિટ ઓનલાઈન વેચાઈ રહી છે. આ એક મોટી સંખ્યા છે. તેથી, રેલવેને લાગે છે કે સંપૂર્ણ ડિજિટલાઇઝેશનનું લક્ષ્ય હાંસલ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp