શું અનંત અંબાણીના રિસેપ્શનમાં PM મોદી અને રાહુલ હાજરી આપશે?
અનંત- રાધિકાના લગ્નના કાર્યક્મો 12થી જુલાઇ વચ્ચે ચાલવાના છે અને મુંબઇમાં જીયો વર્લ્ડમાં આયોજિત કાર્યક્રમમાં દુનિયાભરના દિગ્ગજો આવી રહ્યા છે. પરંતુ બધાની નજર એની પર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી હાજરી આપશે કે નહીં.
મુકેશ અંબાણી પોતે સોનિયા અને રાહુલના ઘરે જઇને આમંત્રણ આપી આવ્યા હતા. જાણવા મળેલી માહિતી મુજબ 13 જુલાઇ, શનિવારે પ્રધાનમંત્રી મોદી મુંબઇમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યા છે એટલે તેઓ આજે અંબાણી પરિવારના લગ્ન સમારંભમાં હાજરી આપી શકે છે. લગ્ન સ્થળની આજુબાજુ PMને વેલકમ કરતા પોસ્ટરો પણ લાગ્યા છે.
રાહુલ ગાંધી કે ગાંધી પરિવારમાંથી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી અનંતના લગ્નમાં હાજરી આપવાન નથી એવું જાણવા મળ્યું છે. રાહુલ મુકેશ અંબાણી પર અનેક વખત નિશાન સાધતા હોય છે, એવામાં જો રાહુલ લગ્નમાં હાજરી આપે તો વિપક્ષને મુદ્દો મળી જાય. રાહુલ 14 જુલાઇએ મહારાષ્ટ્રની મુલાકાતે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp