શું ચંદ્રયાન-3ના લૉન્ચિંગમાં સામેલ થશે PM મોદી? ISRO ચીફે આપ્યો જવાબ

PC: theweek.in

ભારતના ઇતિહાસ રચવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. 14 જુલાઇના રોજ ભારતીય સ્પેસ એજન્સી (ISRO) શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરીક્ષ કેંદ્રથી પોતાનું મૂન મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવાની છે. બપોરે 2 વાગીને 35 મિનિટ ISROએ લોન્ચિંગ માટે સમય નક્કી કર્યો છે. ત્યારબાદ ભારત ચંદ્રની સપાટી પર યાન ઉતારનારો ચોથો દેશ બની જશે. ચંદ્રયાન-3 મિશનનું ઉદ્દેશ્ય ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ બાદ, માટી, પથ્થરોના રાસાયણિક અને મૌલિક સંરચના સહિત વિભિન્ન ગુણોની તપાસ કરશે.

ચંદ્રમા પર સફળતાપૂર્વક ઉતરવાનો ભારતનો આ બીજો પ્રયાસ હશે. ISRO પ્રમુખ એસ. સોમનાથે પુષ્ટિ કરી છે કે, ચંદ્રયાન-3 મિશનની તૈયારીઓ લગભગ પૂરી થઈ ચૂકી છે. ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 વચ્ચેના અંતર બાબતે પૂછવામાં આવતા ISRO પ્રમુખ સોમનાથે કહ્યું કે, ગત મિશન સામાન્ય ખામીના કારણે પોતાના અંતિમ ચરણમાં નિષ્ફળ થઈ ગયું હતું. જો કે, ખામીઓને ઓળખીને તેમને દૂર કરી લેવામાં આવી છે. લેન્ડરની મજબૂતી વધારવા માટે કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે.

ISROએ અંતરીક્ષ યાનની લેન્ડિંગ ક્ષમતાને વધારી છે. વીજ ઉત્પાદન ક્ષમતામાં સુધાર કર્યો છે. અતિરિક્ત સેન્સર લગાવવામાં આવ્યા છે. ISRO પ્રમુખ એસ. સોમનાથે સ્પષ્ટ કર્યું કે આ વખત રોવરમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.  તેમણે ચંદ્રયાન-2ના લેન્ડર ‘વિક્રમ’ના સોફ્ટ લેન્ડિંગ કરવામાં નિષ્ફળ રહેવાની જાણકારી શેર કરતા કહ્યું કે, જ્યારે તેને ચંદ્રમાની સપાટી પર 500 x 500 મીટરના નક્કી લેન્ડિંગ સ્થળ તરફ ઉતરવાનું શરૂ કર્યું તો તેની ગતિ ધીમી કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા એન્જિનોમાં આશાથી વધારે બળ વિકસિત થઈ ગયું.

વધારે બળ ઉત્પન્ન થવાથી થોડી જ અવધિમાં એરર ઉત્પન્ન થઈ ગયા. બધા એરર એક સાથે થઈ ગયા, જે અપાણી અપેક્ષાથી ઘણા વધારે હતા. યાને ખૂબ તેજીથી વળવું પડ્યું. જ્યારે તે ખૂબ તેજીથી વળવા લાગ્યું તો તેના વળવાની ક્ષમતા સોફ્ટવેરના માધ્યમથી સીમિત થઈ ગઈ. આપણે એવી સ્થિતિની આશા કરી નહોતી.

ISRO પ્રમુખે ખુલાસો કર્યો કે ચંદ્રમા પર મહત્ત્વાકાંક્ષી મિશનની લૉન્ચિંગના સાક્ષી બનવા માટે ઘણા ગણમાન્ય વ્યક્તિઓને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોન્ચમાં સામેલ થશે? આ સવાલ પર સોમનાથે કહ્યું કે, અમે બધાને આમંત્રિત કરીએ છીએ. એ તેમના પર છોડી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2019માં ચંદ્રયાન-2 મિશનની લેન્ડિંગમાં સામેલ થયા હતા, જે ચંદ્રમા પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. એ ભાવાત્મક ક્ષણ હતી. તત્કાલીન ISRO પ્રમુખ કે. સિવાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગળે લગાવીને સાંત્વના આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp