શું PM મોદી સરકાર ચલાવી શકશે? પત્રકારે કહ્યું ગુજરાતના સિંહનું રૂપ ક્યારે બતાવશે

PC: twitter.com

BJPના વરિષ્ઠ નેતા PM નરેન્દ્ર મોદી સાંજે 7.15 કલાકે PM પદના શપથ લેશે. આ વખતે BJPને એકલા હાથે પૂર્ણ બહુમતી મળી નથી. BJPએ 240 લોકસભા બેઠકો જીતી છે જ્યારે NDAને 293 બેઠકો મળી છે. હવે મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, શું PM નરેન્દ્ર મોદી ગઠબંધન સરકાર ચલાવી શકશે? આ અંગે એક વરિષ્ઠ પત્રકારે ખુબ મોટી વાત કહી છે. તેમણે PM મોદીના 34 વર્ષનો સંપૂર્ણ ઈતિહાસ જણાવ્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે PM મોદીનું 'ગુજરાતનો સિંહ' સ્વરૂપ ક્યારે જોવા મળશે.

વરિષ્ઠ પત્રકારે કહ્યું, '1990માં જ્યારે PM નરેન્દ્ર મોદી બીજી હરોળના નેતા હતા અને પ્રમોદ મહાજન, સુષ્મા સ્વરાજ પહેલી હરોળમાં હતા ત્યારે પ્રમોદ મહાજનને અટલ બિહારી વાજપેયીની ખૂબ નજીક માનવામાં આવતા હતા. તે દરમિયાન PM મોદી બીજી હરોળમાં બેસતા હતા. 2001માં જ્યારે તેમને ગાંધીનગર CM પદ ગ્રહણ સમારોહ માટે બોલાવવામાં આવ્યા ત્યારે કહેવામાં આવ્યું કે, આ તો RSSના પ્રચારક છે, તેઓ CM પદ કેવી રીતે સંભાળી શકશે, પરંતુ તેમણે આ પદ સંભાળ્યું અને 12 વર્ષ સુધી પોતાનું કામ કર્યું.'

વરિષ્ઠ પત્રકારે કહ્યું વધુમાં કહ્યું કે, 'તે પછી 2013માં જ્યારે તેમને PM પદના દાવેદાર તરીકે પસંદ કરવામાં આવ્યા અને 2014માં તેઓ દિલ્હી આવ્યા ત્યારે કહેવામાં આવ્યું કે, તેઓ ગાંધીનગરના માણસ છે, તેઓ દિલ્હીમાં કેવી રીતે રાજનીતિ કરી શકશે? પરંતુ હવે તેઓ ત્રીજી વખત PM તરીકે શપથ લેવા જઈ રહ્યા છે અને નેહરુના રેકોર્ડની બરાબરી કરી રહ્યા છે.'

વરિષ્ઠ પત્રકારે PM મોદીની દિલ્હીની કહાની સંભળાવતા કહ્યું કે, 'તેમણે દિલ્હીમાં કમાન સંભાળવાનું શરૂ કર્યા પછી કહેવામાં આવ્યું કે, તેઓ વિદેશ નીતિને કેવી રીતે સંભાળી શકશે? પરંતુ આજે તેમને વૈશ્વિક નેતા તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. હું કહું છું કે તમારે PM નરેન્દ્ર મોદીને ઓછા આંકવા જોઈએ નહીં.'

વરિષ્ઠ પત્રકારે મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું કે, 'આવતા 6-8 મહિનામાં PM નરેન્દ્ર મોદી ત્રણમાંથી બે ચૂંટણી જીતશે તો તેમનું ગુજરાતના સિંહ જેવું રૂપ જોવા મળશે. પછી તેઓ છાતી કાઢીને ચાલશે. હાલમાં તો તેમને ચંદ્રાબાબુ નાયડુ અને CM નીતીશ કુમાર સાથે એડજસ્ટ થવું હોય તો કોઈ વાંધો નથી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp