ઇલેક્ટોરલ બોન્ડની માહિતી ચૂંટણી પંચ આપશે કે નહીં? CECએ કર્યો ખુલાસો

PC: ndtv.com

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે બુધવારે કહ્યું કે, ચૂંટણી પંચની ચૂંટણી બોન્ડ સાથે જોડાયેલી બધી જાણકારીઓ સમય પર સાર્વજનિક કરશે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ 12 માર્ચે ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડનું વિવરણ સોંપી દીધું છે. તેઓ ફરીથી ડેટા જોશે અને નિશ્ચિત રૂપે સમય પર તેનો ખુલાસો કરશે. તેમણે એમ પણ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે SBIને 12 માર્ચ સુધી ચૂંટણી બોન્ડનું વિવરણ ચૂંટણી પંચને સોંપવાના નિર્દેશ આપ્યા હતા.

તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ પારદર્શિતાના પક્ષમાં છે. અમે કોર્ટમાં કહ્યું કે અમે પારદર્શિતાના પક્ષમાં છીએ. ચૂંટણી પંચ અને જિલ્લા મેજિસ્ટ્રેટ જે પણ કરે છે, તેઓ ડિસ્ક્લોઝર પર આધારિત હોય છે. જનતા અને મતદાતા જાણવાના હકદાર છે કે રાજનીતિક પાર્ટીઓને કોણ પૈસા આપી રહ્યું છે. ચૂંટણી પંચ હંમેશાં પારદર્શિતાના પક્ષમાં રહ્યું છે અને ચૂંટણી બોન્ડ કેસમાં પણ અમારું વલણ એ જ હતું. SBI અધ્યક્ષ દ્વારા એફિડેવિટ દાખલ કર્યા બાદ ચૂંટણી પંચે કહ્યું કે તેઓ ડેટાનું વિશ્લેષણ કરશે.

SBIએ 12 એપ્રિલ 2019 થી 15 ફેબ્રુઆરી 2024 સુધી ખરીદાયેલા અને રિડિમ કરેલા ચૂંટણી બોન્ડને ડેટા ચૂંટણી પંચને સોંપી દીધા છે. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2024માં કેન્દ્ર સરકારની ચૂંટણી બોન્ડ સ્કીમ રદ્દ કરી દીધી હતી. આ યોજના હેઠળ રાજનીતિક પાર્ટીઓને ગુમનામ રીતે ફંડ મળતું હતું. સુપ્રીમ કોર્ટે SBIને તરત જ ચૂંટણી બોન્ડ આપવાનું બંધ કરવાના આદેશ પણ આપ્યા હતા. એ સિવાય સુપ્રીમ કોર્ટે SBIને ચૂંટણી બોન્ડ યોજના હેઠળ જાહેર કરેલ બધા બોન્ડના ડેટા આપવાના આદેશ આપ્યા હતા. જેમાં તારીખ અને ચૂંટણી બોન્ડની કિંમત સામેલ હશે.

કોર્ટે આ યોજનાને માહિતીના અધિકારનું ઉલ્લંઘન પણ બતાવી હતી. કોર્ટે SBI માટે ડેટા જમા કરવા માટે 6 માર્ચની સમયસીમા નક્કી કરી હતી અને ચૂંટણી પંચને તેને 13 માર્ચ સુધી પબ્લિક ડોમેનમાં લાવવા કહ્યું હતું. SBIએ કોર્ટને 30 જૂન સુધીની મુદત માંગી હતી, જેને સોમવારે (11 માર્ચ 2024) ફગાવી દેવામાં આવી હતી અને 12 માર્ચે સાંજે 5 વાગ્યા સુધી ચૂંટણી પંચને ડેટા આપવાનો આદેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp