શું રાહુલ ગાંધી હશે 2024મા વિપક્ષનો PM ચહેરો? CM નીતિશ કુમારે આપી પ્રતિક્રિયા
લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી એકતા અને PM પદના ચહેરાને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. બિહારના CM નીતિશ કુમારે એક દિવસ પહેલા મધ્યપ્રદેશના પૂર્વ CM કમલનાથના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. CM નીતિશ કુમારે કહ્યું કે અમને રાહુલ ગાંધીના નામ પર કોઈ સમસ્યા નથી. વિરોધ પક્ષની બેઠક બાદ નામ નક્કી કરવામાં આવશે. હાલ તમામ પક્ષો પોતપોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત છે. તેમણે ફરીથી કહ્યું કે, તેઓ દાવેદાર નથી.
CM નીતિશ કુમારે કહ્યું કે, વિપક્ષ તરફથી રાહુલ ગાંધીના PM પદ પરના ચહેરા પર અમને કોઈ સમસ્યા નથી. આ માટે વિપક્ષી પાર્ટીઓ એકબીજા સાથે વાત કરશે અને તેમને એક કરવાની જરૂર છે. અમને કોઈ સમસ્યા નથી. બેઠક બાદ ચર્ચા થશે. CM નીતિશ કુમારે કહ્યું કે, પાર્ટીના કાર્યક્રમનું આયોજન કરવું દરેકનું પોતાનું કામ છે. અમને પાર્ટીના કામથી કોઈ મતલબ નથી. જેવા આ લોકો તેમના કામમાંથી મુક્ત થઈ જશે. જે બાદ ફરીથી બેઠક બોલાવવામાં આવશે.
CM નીતિશ કુમારે કહ્યું કે, અમે બેઠકમાં એકબીજા સાથે વાત કરીશું અને ભવિષ્ય અંગે નિર્ણય કરીશું. તેના આધારે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. અત્યારે દરેકના પોત પોતાના કાર્યક્રમો ચાલે છે. CM નીતીશ કુમારે કહ્યું કે, તેમને રાહુલ ગાંધીને PM પદના ઉમેદવાર બનાવવામાં કોઈ વાંધો નથી. જો કે, તેમણે એ વાત ફરીથી કહી કે, તેઓ દાવેદાર નથી.
અહીં તમને જણાવી દઈએ કે, પૂર્વ સાંસદ CM અને કોંગ્રેસ નેતા કમલનાથે કહ્યું હતું કે, રાહુલ ગાંધી 2024ની ચૂંટણીમાં વિપક્ષ તરફથી PM પદના સંયુક્ત ઉમેદવાર હશે. ભારત જોડો યાત્રા માટે કમલનાથે ખુલ્લેઆમ રાહુલ ગાંધીના વખાણ કર્યા અને કહ્યું, તેઓ સત્તા માટે નહીં, પરંતુ દેશના સામાન્ય લોકો માટે રાજનીતિ કરી રહ્યા છે. જ્યાં સુધી 2024ની લોકસભા ચૂંટણીનો સવાલ છે, રાહુલ ગાંધી માત્ર વિપક્ષનો ચહેરો જ નહીં, પરંતુ PM પદના ઉમેદવાર પણ હશે.
We have no problem with it...When all (opposition) parties sit together and talk, then we will decide on everything: Bihar CM Nitish Kumar on being asked if JD(U) will extend support to Rahul Gandhi's candidature as PM in 2024 pic.twitter.com/tSX5mGeexn
— ANI (@ANI) December 31, 2022
કમલનાથે આગળ કહ્યું, દુનિયાના ઈતિહાસમાં આટલી લાંબી પદયાત્રા કોઈએ કરી નથી. ગાંધી પરિવાર સિવાય અન્ય કોઈ પરિવારે દેશ માટે આટલું બલિદાન આપ્યું નથી. રાહુલ ગાંધી સત્તા માટે રાજનીતિ નથી કરતા, પરંતુ દેશની જનતા માટે કરે છે, જે કોઈને પણ સત્તા પર બેસાડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp