AAP સરકારના મંત્રીને હાઇ કોર્ટે કેમ આપી ચેતવણી કે 'જેલ મોકલી દઇશું'

PC: timesnownews.com

દિલ્હી હાઇ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP) નેતા સૌરભ ભારદ્વાજને ફટકાર લગાવી છે. દિલ્હી હાઇ કોર્ટે ક્લિનિક પ્રતિષ્ઠાનોને રેગ્યૂલર કરવામાટે કાયદો બનાવવા પર ન્યાયિક આદેશોનું પાલન ન કરવા પર સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ અને સ્વાસ્થ્ય સચિવ એસ.બી. દીપક કુમારને ચેતવણી આપવામાં આવી છે. સાથે જ દિલ્હી હાઇ કોર્ટે સૌરભ ભારદ્વાજને ગુરુવારે ચેતવણી આપી કે તેના માટે તેમને જેલ મોકલી શકાય છે. કોર્ટે કાર્યવાહી દરમિયાન બંનેને કહ્યું કે, તેઓ સરકારના સેવક છે અને અહંકાર નહીં રાખી શકે.

ફેબ્રુઆરી 2024માં કોર્ટે એક E-mail જોયા બાદ સૌરભ ભારદ્વાજ અને દીપક કુમાર તેમની સમક્ષ ઉપસ્થિત થવા કહેવામાં આવ્યું હતું. એ E-mailમાં કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી સ્વાસ્થ્ય પ્રતિષ્ઠાન (રજીસ્ટ્રેશન અને વિનિયમન) બિલ પર ચર્ચા દરમિયાન મંત્રીને લૂપમાં રાખવામાં આવ્યા નહોતા. સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું કે, પરેશાન કરનારી વાત એ છે કે અરજીકર્તા એક સામાન્ય વ્યક્તિની દુર્દશા ઉજાગર કરે છે.

તે આપણને બતાવી રહ્યો છે કે બધા પ્રકારના લેબ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે સત્ય નથી અને સામાન્ય વ્યક્તિ પીડિત છે. આ તમારો ખેલ છે, તમારા બંને વચ્ચે અને વિભિન્ન સમૂહો વચ્ચે જે ચાલી રહ્યું છે એ કોર્ટ માટે અસ્વીકાર્ય છે. કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ મનમોહન અને ન્યાયાધીશ મનમીત પીએસ અરોડાની પીઠે કહ્યું કે, તમારે વ્યવહારિક થવું પડશે અને એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે આ 2 લોકો વચ્ચેની લડાઈથી દલાલોને ફાયદો ન થાય.

પીઠે કહ્યું કે, જો મંત્રી અને સચિવ મુદ્દાઓને સંભાળવામાં અસમર્થ છે અને ઝઘડો કરતા રહે છે તો કોર્ટ કોઈ ત્રીજા પક્ષને વસ્તુઓને સંભાળવા કહશો કે શું કરવું છે તેની બાબતે આદેશ પાસ કરશે. પીઠે કહ્યું કે, અમારી સાથે એવું નહીં કરો, નહીં તો તમે બંને જેલ જશો, જો તેનાથી સામાન્ય વ્યક્તિને ફાયદો નહીં થાય તો તમને બંનેને જેલ મોકલવામાં કોઈ ખચકાટ નહીં થાય. તમે બંને અહંકાર નહીં કરી શકો. તમે બંને સરકારી સેવક છે. સરકાર અને તમે બંનેએ એ સુનિશ્ચિત કરવું પડશે કે આમ આદમીને ફાયદો થાય, તમે શું કરી રહ્યા છો? લોકોને તેમના બ્લડ સેમ્પલનો ખોટો રિપોર્ટ મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp