શું દેશના 1.85 કરોડ ફર્સ્ટ ટાઇમ વોટર્સ ભાજપને ફાયદો કરાવશે?

PC: indiatoday.in

દેશની 17મી લોકસભાનો કાર્યકાળ જુલાઇ મહિનામાં પુરો થાય છે એ પહેલા 18મી લોકસભાની ચૂંટણી થવાની છે. 18મી લોકસભા અને 18 વર્ષના ફર્સ્ટ ટાઇમ વોટર્સ ભાજપ માટે મહત્ત્વના છે. દેશમાં કુલ 1.85 કરોડ ફર્સ્ટ ટાઇમ વોટર્સ પહેલી વખત લોકસભાની ચૂંટણીમાં મત આપવાના છે અને ભાજપે આ યુવા મતદારોને ટાર્ગેટ કરવાનં શરૂ કરી દીધું છે.

રાજકારણના જાણકારોનું માનવું છે કે, આ ફર્સ્ટ ટાઇમ વોટર્સ ભાજપને મત આપી શકે છે, કારણકે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશેલીથી પ્રભાવિત છે. PM મોદી સ્કીલ્ડ ડેવલપમેન્ટને પ્રમોટ કરે છે, તેમની લાઇફ સ્ટાઇલ પણ મોર્ડન છે અને યુવાનોને પ્રેરિત કરે તેવી હોય છે.

પ્રધાનમંત્રીએ 25 જાન્યુઆરી 2024 નેશનલ વોટર્સ ડે નિમિત્તે યુવાનો સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો ત્યારે તેમણે કહ્યુ હતું કે, દેશનો વિકાસ અને તમારો મત એકબીજા સાથે જોડાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp