શું 16 એપ્રિલ 2024ના રોજ યોજાશે લોકસભા ચૂંટણી? ચૂંટણી પંચનો જવાબ જાણી લો

PC: jagran.com

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આને ધ્યાનમાં રાખીને, તમામ રાજ્યોના ચૂંટણી કાર્યાલયો ધીમે ધીમે તેમની નવીનતમ મતદાર યાદીઓ બહાર પાડી રહ્યા છે.

શું 16મી એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે? દિલ્હીના મુખ્ય ચૂંટણી કાર્યાલય (CEO)એ મંગળવારે આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. દિલ્હીના CEO દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, 'દિલ્હી ચૂંટણી પંચ દ્વારા બહાર પડાયેલા એક પરિપત્રના સંદર્ભમાં મીડિયા તરફથી કેટલાક પ્રશ્નો આવી રહ્યા છે, જેમાં તેને પૂછવામાં આવ્યું છે કે, શું 16 એપ્રિલ, 2024ની લોકસભાની ચૂંટણીની સંભવિત તારીખ છે.'

 

CEOએ વધુમાં જણાવ્યું હતું કે, 'તે સ્પષ્ટ કરવામાં આવે છે કે, આ તારીખનો ઉલ્લેખ માત્ર અધિકારીઓને કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI)ની ચૂંટણી યોજના અનુસાર પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે 'સંદર્ભ' માટે કરવામાં આવ્યો હતો.'

આ દરમિયાન, ચૂંટણી પંચે કહ્યું છે કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાના કિસ્સામાં, નવા 'ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન' (EVM) ખરીદવા માટે દર 15 વર્ષે લગભગ 10,000 કરોડ રૂપિયાની જરૂર પડશે.

 

સરકારને મોકલવામાં આવેલા પત્રમાં પંચે કહ્યું છે કે, EVMના ઉપયોગનો સમયગાળો 15 વર્ષનો છે અને જો 'એકસાથે ચૂંટણીઓ' યોજવામાં આવે તો મશીનોના એક સેટનો ઉપયોગ તેમના ઉપયોગના આ સમયગાળા દરમિયાન ત્રણ વખત ચૂંટણી કરાવવા માટે જ થઈ શકે છે.

અંદાજ મુજબ, આ વર્ષની લોકસભા ચૂંટણી માટે દેશભરમાં કુલ 11.80 લાખ મતદાન મથકોની જરૂર પડશે. જ્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે છે, ત્યારે દરેક મતદાન મથક પર EVMના બે સેટની જરૂર પડશે- એક લોકસભા બેઠક માટે અને બીજો વિધાનસભા બેઠક માટે.

 

સરકારને મોકલવામાં આવેલા પત્રમાં, પંચે ભૂતકાળના અનુભવોના આધારે કહ્યું છે કે, મતદાનના દિવસે દરેક જગ્યાએ બગડેલા યુનિટોને બદલાવવા માટે 'કંટ્રોલ યુનિટ્સ' (CUs), 'બેલેટ યુનિટ્સ' (BUs) અને 'વોટર-' વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ' (VVPAT)ની ચોક્કસ ટકાવારી જેટલા મશીનોની જરૂર પડશે.

આ સંદર્ભમાં, એક EVM સાથે, ઓછામાં ઓછું એક BU, એક CU અને એક VVPAT મશીન જરૂરી છે. પંચે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કાયદા મંત્રાલયને લખેલા તેના પત્રમાં કહ્યું હતું કે, વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને, એક સાથે મતદાન માટે જરૂરી EVM અને VVPATની ન્યૂનતમ સંખ્યા 46,75,100 BUs, 33,63,300 CUs અને 36,62,600 VVPAT હોવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp