શું જરૂર પડશે તો EVMનો ઉપયોગ બંધ થઇ જશે? મુખ્ય ચૂંટણી કમિશ્નરે આપ્યો આ જવાબ

PC: twitter.com

જ્યારે દેશમાં કોઇ પણ ચૂંટણી થાય અને વિપક્ષને હાર મળે છે ત્યારે વિપક્ષ માટે સૌથી હાથવગો આરોપ EVMમાં છેડછાડનો રહેતો હોય છે. વિપક્ષ એમ માને છે કે ભાજપ EVMમાં ગરબડ કરીને ચૂંટણી જીતે છે. કોંગ્રેસ સહિતના અનેક પક્ષો આવા આરોપો લગાવી ચૂક્યા છે. હવે જ્યારે દેશના મુખ્ય ચૂંટણી કમિશ્વરને પત્રકારોએ EVM વિશે એક સવાલ પુછ્યો તો તેમણે કહ્યુ કે, કોર્ટમાં કેસનો હજુ નિર્ણય આવ્યો નથી. જો કોર્ટ કહેશે અને જરૂર પડશે તો અમે અમારા નિયમોમાં બદલાવ કરીશું.

દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે શનિવારે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ ઇલેક્ટોરલ બોન્ડ અંગે સુપ્રીમ કોર્ટની સૂચનાઓનું પાલન કરશે. મુખ્ય ચૂંટણી કમિશ્નરે પત્રકારો સાથેની વાતમાં કહ્ય હતું કે, ચૂંટણી પંચ હમેંશા સૂચના પ્રવાહ અને ભાગીદારીમાં પારદર્શિતાના આધારે કામ કરે છે.સુપ્રીમ કોર્ટમાં તેના સોગંદનામામાં, ચૂટણી પંચે કહ્યું કે તે પારદર્શિતાની તરફેણમાં છે અને જ્યારે આદેશ જારી કરવામાં આવશે, ત્યારે તે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ પગલાં લેશે.

EVMના ઉપયોગ વિના ચૂંટણી યોજવા વિશે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસ સાથે સંબંધિત એક સવાલ જ્યારે મુખ્ય ચૂંટણી કમિશ્નરને પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, નિર્ણય આવવા દો, જો જરૂર પડશે તો કોર્ટની નિર્દેશો મુજબ ફેરફારો કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે ગયા ગુરુવારે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે ઐતિહાસિક નિર્ણયમાં કહ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ ગેરબંધારણીય છે અને તેની પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકવામાં આવે છે. મતલબ કે હવેથી કોઇ પણ વ્યક્તિ રાજકીય પાર્ટીઓને દાન આપી શકશે નહીં કે રાજકીય પાર્ટીઓ ઇલેક્ટોરલ બોન્ડ મારફતે કોઇ પણ દાન સ્વીકારી શકશે.

સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંકને પણ આદેશ કર્યો હતો કે 19 એપ્રિલ 2019થી અત્યાર સુધી કેટલી પાર્ટીઓને દાન મળ્યા અને આ દાન કોણે આપ્યા? તેની માહિતી 6 માર્ચે જાહેર કરવામાં આવે અને વેબસાઇટ પર સાર્વજનિક કરવામાં આવે.

મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે 2018ની યોજનાને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ગણાવી હતી. સર્વોચ્ચ અદાલત કેન્દ્રની દલીલ સાથે સહમત ન હતી કે યોજનાનો ઉદ્દેશ્ય રાજકીય દાનમાં પારદર્શિતા લાવવાનો અને કાળા નાણાંને કાબૂમાં લેવાનો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp