શું લોકસભા ચૂંટણી પહેલા આ 2 મુખ્યમંત્રીઓને જેલભેગા કરાશે?
લોકસભા 2024ની ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સામે ધરપકડની તલવાર લટકી રહી છે.જો આ બે રાજ્યોના મુખ્યમંત્રીઓને જેલભેગા કરવામાં આવે તો INDIA ગઠબંધનને ફાયદો થાય કે નુકશાન થાય તે જાણીએ.
દિલ્હી સરકારના બે પાવરફુલ નેતા મનીષ સિસોદીયા અને સંજય સિંહ દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં જેલમાં છે અને EDએ 3 વખત અરવિંદ કેજરીવાલને હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે, પરંતુ કેજરીવાલ એક પણ વખત ED સમક્ષ હાજર થયા નથી .AAPને શંકા છે કે કેજરીવાલની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવી શકે છે.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સામે મનીલોન્ડરિંગના આરોપની તપાસ ચાલી રહી છે અને ED 7 વખત સમન્સ મોકલ્યા પછી પણ સોરેન હાજર થયા નથી. હવે સોરેન છટકી શકે તેમ નથી એટલે ઝારખંડમાં પોતાની પત્ની કલ્પના સોરેનને મુખ્યમંત્રી બનાવવાનો ખેલ કરી રહ્યા છે. ઝારખંડમાં સોરેનની ઝારખંડ મૂક્તિ મોર્ચા (JMM) પાર્ટી છે.
INDIA ગઠબંધનમાં AAP અને JMM બંને સામેલ છે જો કેજરીવાલ અને સોરેનની ધરરપકડ થાય તો INDIA ગઠબંધનને બેકફુટ પર આવી જવું પડે અને ભાજપને સીધો ફાયદો થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp