દોષીઓને ચૂંટણી લડવા માટે અયોગ્ય કરાર ક્યારે આપશે સરકાર? SCએ અરજી પર પૂછ્યો સવાલ

PC: thehindu.com

સુપ્રીમ કોર્ટમાં ગુનાહિત કેસોમાં દોષી નેતાઓને ચૂંટણી લડવા માટે અયોગ્ય કરાર આપવાની અરજી દાખલ થઈ છે. આ બાબતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તેમનો વિચાર પૂછ્યો છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું તેઓ દોષી સાબિત થયેલા નેતાઓને ચૂંટણી લડવા માટે અયોગ્ય કરાર આપવા માટે ઇચ્છુક છે? તેના પર કેન્દ્રના વકીલે કહ્યું કે આ બાબતે નિર્દેશ લેશે. આ પહેલા ગત સુનાવણીમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) એન.વી. રમન્નાએ કહ્યું હતું કે આ બાબતે સુનાવણી થશે.

તેમાં માગણી કરવામાં આવી હતી કે દોષી સાંસદો અને ધારાસભ્યો, પૂર્વ અને હાલનાને અયોગ્ય જાહેર કરવા જોઈએ. માત્ર દોષી કરાર આપવા પર જ સાંસદ કે વિધાનસભાઓની ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધિત કરી દેવા જોઈએ. CJI એન.વી. રમન્નાએ કહ્યું હતું કે અરજી દૂરોગામી પ્રભાવ અને પરિણામો સાથે એક પરેશાન કરનારો સવાલ ઉઠાવે છે. કોર્ટે કહ્યું હતું કે અમે બધા હિતધારકોને અવસર આપ્યા બાદ, ઉચિત તારીખની લાંબી સુનાવણી કરવી જરૂરી સમજીએ છીએ.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી બે વર્ષથી વધારે સજા મેળવનારા પર જ 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. તો ભ્રષ્ટાચાર અને NDPSના કેસોમાં માત્ર દોષી કરાર આપવા જ પૂરતા છે. CJI એન.વી. રમન્ના, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ સૂર્યકાંતની પીઠ ચૂંટણી સુધાર પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અશ્વિની ઉપાધ્યાયની અરજી પર સુનાવણી કરી રહી છે. અરજીમાં માગણી કરવામાં આવી છે કે માત્ર કોઈ કેસમાં દોષી કરાર આપવા પર જ ચૂંટણી લડવા માટે અયોગ્ય કરાર આપવામાં આવવો જોઈએ.

અશ્વિની ઉપાધ્યાયે પોતાની અરજીમાં ધારાસભ્યો માટે લઘુત્તમ સજા અને ઉંમર સીમા નક્કી કરવાની માગણી કરી છે. એ સિવાય માગણી કરવામાં આવી છે કે ઇલેક્શન કમિશન, વિધિ આયોગ અને નેશનલ કમિશન ટૂ રિવ્યૂ ધ વર્કિંગ ઓફ ધ કોન્સટિટ્યુશન તરફથી સૂચવવામાં આવેલા મહત્ત્વપૂર્ણ ચૂંટણી સુધારને લાગુ કરવાનો નિર્દેશ કેન્દ્ર સરકાર અને ચૂંટણી આયોગને આપવામાં આવે. એક અખબારના રિપોર્ટ મુજબ આ વર્ષે 5 રાજ્યોમાં ચૂંટાઈને આવેલા 680 ધારાસભ્યોમાંથી 28 ટકા લોકો પર ગુનાહિત કેસ નોંધાયેલા છે. ઉત્તર પ્રદેશમાં 143 ધારાસભ્યો પર ગુનાહિત કેસ છે. ઉત્તરાખંડ 22, પંજાબમાં 16, ગોવામાં 9 અને મણિપુરમાં 2 ધારાસભ્યો પર ગુનાહિત કેસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp