PM મોદીએ શ્રમદાન કોની સાથે કર્યું? જણાવ્યું આ 2 વાતનું શિસ્ત નથી જાળવી શકતા

PC: twitter.com

આવતી કાલે 2જી ઓકટોબરે મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર્ મોદીએ જાહેરાત કરી હતી કે દેશમાં 1લી ઓકટોબરને સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. એના માટે તેમણે દેશવાસીઓને અપીલ કરી હતી કે 1લી તારીખે 1 કલાકનું શ્રમદાન આપજો. 1લી ઓકટોબર રવિવારે સવારે 10 વાગ્યાથી સ્વચ્છતા અભિયાન શરૂ થયું હતું અને દેશભરના લોકોએ શ્રમદાન આપ્યું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે પણ શ્રમદાન આપ્યું હતું અને તેમણે કોની સાથે શ્રમદાન કર્યું તેની માહિતી તમને આપીશું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1લી ઓકટોબર,રવિવારે હરિયાણાના રેસલર અને સોશિયલ મીડિયા ઇન્ફલુએંસર અંકિત બૈયનપુરિયા સાથે મળીને સ્વચ્છતા માટે શ્રમદાન આપ્યું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેસલર સાથે અનેક મુદ્દાઓ પર વાતચીત પણ કરી છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. PM એ  જણાવ્યું કે તેઓ ક્યાં શિસ્તનું પાલન કરી શકતા નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા એ જ સેવા અભિયાન હેઠળ શ્રમદાન કર્યું. તેમણે હરિયાણાના સોનીપતમા રેસલર અને સોશિયલ મીડિયા ઇન્ફલુએંસર અંકિત બૈયનપુરિયા સાથે મળીને સફાઇ અભિયાનમાં પોતાના સહયોગ પ્રદાન કર્યો હતો. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને રેસલર વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા અંકિતની સાથે ઝાડું લગાવતા જોવા મળે છે, પછી પોતે જાતે કચરો પણ ઉઠાવે છે. સાથે સાથે PM મોદીએ રેસલર સાથે G-20, ફિટનેસ, સ્વચ્છતા,સોશિયલ મીડિયા, સ્પોર્ટસ સહિતના અનેક વિષયો પર વાત કરી હતી.

PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, આજે જ્યારે દેશ સ્વચ્છતા પર ધ્યાન આપી રહ્યો છે. અંકિત બૈયાનપુરિયા અને મેં પણ એવું જ કર્યું! સ્વચ્છતા ઉપરાંત, અમે ફિટનેસ અને દરેકને ખુશ રાખવાની પણ ચર્ચા કરી. આ બધું સ્વચ્છ અને સ્વસ્થ ભારતની ભાવનાથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અંકિત સાથે જે વાત થઇ છે તેના અંશો વાંચો

પ્રધાનમંત્રી - તમે ફિટનેસ માટે આટલી મહેનત કરો છો, આમાં સ્વચ્છતા અભિયાન કેવી રીતે મદદ કરશે?

અંકિત- પર્યાવરણને સ્વચ્છ રાખવું એ આપણી ફરજ છે. તે સ્વસ્થ હોય ત્યારે જ આપણે સ્વસ્થ રહીએ છીએ.

પ્રધાનમંત્રી- ફિટનેસ માટે તમે કેટલી મહેનત કરો છો, તેમાં સ્વચ્છતા અભિયાન કેવી રીતે મદદ કરશે?

અંકિત- વાતાવરણને સ્વચ્છ રાખવું આપણું કર્તવ્ય છે. એ સ્વસ્થ છે એટલે જ આપણે પણ સ્વસ્થ છીએ

પ્રધાનમંત્રી- સોનીપતમાં તમારા ગામમાં સ્વચ્છતામાં કેટલો વિશ્વાસ છે?

અંકિત- હવે થોડી જાગૃતિ આવી છે.

પ્રધાનમંત્રી- ફિઝિકલ એક્ટિવીટી માટે કેટલો સમય ફાળવો છો?

અંકિત- રોજના 4થી 5 કલાક. તમને જોઇને પણ અમે મોટીવેટ થઇએ છીએ. તમે આટલી બધી કસરત કરો છો.

પ્રધાનમંત્રી- હું વધારે કસરત કરતો નથી, પરંતુ રોજબરોજની જિંદગીમાં જેટલી જરૂરી હોય તેટલી કરું છું. હું શિસ્તને ફોલો કરુ છું, પરંતુ બે વાત એવી છે જેમાં હું શિસ્ત જાળવી શકતો નથી. જમવાના અને સુવા માટે વધારે સમય આપવો જોઇએ.

અંકિત- દેશ શાંતિની નિંદ્રા માણી શકે તેના માટે તમારે જાગવું પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp