હું તો કિન્નર છું, ભરણપોષણ ભથ્થું માગવા પર કોર્ટમાં બોલ્યો પતિ

PC: freepressjournal.in

મધ્ય પ્રદેશના ગ્વાલિયરથી હેરાન કરી દેનારા સમાચાર સામે આવ્યા છે. એક મહિલાએ કોર્ટમાં પોતાના પતિ પાસે ભરણ-પોષણ ભથ્થા માટે કેસ દાખલ કર્યો હતો. મહિલાનો આરોપ છે કે, તેનો પતિ તેનાથી અલગ રહે છે અને ખર્ચ માટે પૈસા આપતો નથી. પરંતુ ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમિયાન પતિએ એ મહિલાને પોતાની પત્ની માનવાનો ઇનકાર કરી દીધો. સાથે જ તેણે કહ્યું કે, તે તો કિન્નર છે, તે લગ્ન કઇ રીતે કરી શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ મહિલાએ ફેમિલી કોર્ટમાં એક વાદ પ્રસ્તુત કર્યો હતો. મહિલાએ જણાવ્યું કે, તેના લગ્ન 10 માર્ચ 1985ના રોજ થયા હતા. એટલે કે લગભગ 40 વર્ષ અગાઉ. એ સમયે તેનો પતિ સોના-ચાંદીની દુકાનમાં નોકરી કરતો હતો. વર્ષ 1990 સુધી બંને ઉત્તર પ્રદેશના આગ્રામાં પોતાના પૈતૃક મકાનમાં રહ્યા. એ વર્ષે બંનેના પરિવારજનો સાથે અણબનાવ થઈ ગયો અને તેઓ એ જ શહેરમાં એક ભાડાના મકાનમાં રહેવા લાગ્યા.

થોડા સમય બાદ બંને મધ્ય પ્રદેશ રાજ્યના ગ્વાલિયરમા શિફ્ટ થઈ ગયા. મહિલાનું કહેવું છે કે થોડા સમય બાદ તેના પતિએ કહ્યું કે, તેની આગ્રામાં એક સારી નોકરી લાગી રહી છે. તે ત્યાં એકલો રહીને કામ કરશે અને તેની પાસે આવતો જતો રહેશે. પતિએ તેને દર મહિને 15 હજાર રૂપિયા આપવા પણ કહ્યું હતું. એટલું જ નહીં તે ગ્વાલિયાર્થી આગ્રા જતો રહ્યો. પતિના ગયા બાદ મહિલા તેની અને પૈસાઓની રાહ જોતી રહી, પરંતુ ન તો તેનો પતિ પાછો ફર્યો અને ન તો પૈસા મોકલ્યા.

મહિલાએ આગ્રામાં જ્યારે શોધખોળ કરી તો ખબર પડી કે તેના પતિએ કિન્નરો સાથે રહેવાનું શરૂ કરી દીધું છે. ત્યારબાદ મહિલાએ 9 ડિસેમ્બર 2015ના રોજ ગ્વાલિયર ફેમિલી કોર્ટમાં ભરણ-પોષણ ભથ્થા માટે અરજી દાખલ કરી. સુનાવણી દરમિયાન પતિએ કોર્ટમાં કહ્યું કે, તે તો કિન્નર છે, તે લગ્ન કઇ રીતે કરી શકે છે. તેણે કિન્નરો સાથેની પોતાની ઘણી તસવીર પણ દેખાડી.

સુનાવણી દરમિયાન મહિલાની એક સંબંધીએ જુબાની પણ આપી કે એ બંનેના લગ્નના સમયે હાજર હતી. કોર્ટમાં મહિલા લગ્ન સંબંધિત દસ્તાવેજ ન રજૂ કરી શકી. મહિલા આધાર કાર્ડમાં તેના પતિનું નામ હતું. જો કે, તેના પતિએ પોતાને કિન્નર બતાવતા પોતાનું અલગ નામ બતાવ્યું. સુનાવણી બાદ કોર્ટે નિર્ણય પતિના પક્ષમાં જ આપ્યો. કોર્ટે મહિલાએ દર મહિને 15 હજાર રૂપિયાના ભરણ-પોષણ ભથ્થા માટેની અરજીને ફગાવી દેવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp