પતિ જેલમાં બંધ છે, મારે બાળકને જન્મ આપવો છે, જામીન માટે મહિલાએ કરી HCમાં અરજી
મધ્ય પ્રદેશના જબલપુર હાઇ કોર્ટમાં અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહી પત્નીએ સંતાનને જન્મ આપવા માટે જેલમાં બંધ પતિને જામીન અરજી પર છોડવાની હાઇ કોર્ટમાં અરજી કરી છે. જેલમાં બંધ પતિને છોડાવવા માટે મહિલાએ રાજસ્થાન હાઇ કોર્ટના એક નિર્દેશને સંલગ્ન કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સંતાનને જન્મ આપવો અને વંશ ચલાવવાનો મૌલિક અધિકાર છે. સોમવારે લંચ બાદ વિવેક અગ્રવાલની કોર્ટમાં સુનાવણી થઈ હતી.
પ્રશાસન તરફથી રજૂ થયેલા વકીલ પાસે મેડિકલ રિપોર્ટ માગવામાં આવ્યો હતો. ફાઇલમાં રિપોર્ટ નહોતો. તેના પર જસ્ટિસ વિવેક અગ્રવાલે એક અઠવાડિયા બાદ રિપોર્ટ સાથે ઉપસ્થિત થવાના નિર્દેશ આપ્યો છે. જબલપુર હાઇ કોર્ટમાં સંતાનને જન્મ આપવા માટે પતિને છોડવા માટે કરેલી અરજી પર સુનાવણી ટળી ગઈ છે. મહિલા ખંડવાની રહેવાસી છે અને મહિલાએ પોતાના પતિને જામીન કે પેરોલ પર છોડવા માટે નવેમ્બરમાં અરજી કરી હતી.
હાઇ કોર્ટના ન્યાયાધીશ વિવેક અગ્રવાલે નેતાજી શુભાષ ચંદ્ર બોસ ચિકિત્સા યુનિવર્સિટીના ડીનને 5 ડૉક્ટરોની ટીમ બનાવવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મેડિકલ ટીમ એ જાણકારી મેળવે કે મહિલા ગર્ભધારણ કરવા માટે ફિટ છે કે નહીં અને સુનાવણીની તારીખ 18 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી. ખંડવાની રહેવાસી મહિલાએ હાઇ કોર્ટમાં દાખલ અરજીમાં કહ્યું કે, એક ગુનાહિત કેસમાં દોષી સાબિત થવા પર પતિને જેલની સજા થઇ છે. હાલના સમયમાં પતિ ઈન્દોર જેલમાં બંધ છે.
તેણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે માતૃત્વનું સુખ મેળવવ માગે છે. જેના માટે પતિને એક મહિના માટે અસ્થાયી જામીન આપવામાં આવે. તેની સાથે જ મહિલાએ અરજીમાં રાજસ્થાન હાઈ કોર્ટના એક આદેશને સંલગ્ન કર્યો છે. જેના માધ્યમથી તેણે દાવો કર્યો કે સંતાનને જન્મ આપવાનો તેનો મૌલિક અધિકાર છે. આ કેસમાં મહિલાએ રાજસ્થાન હાઇ કોર્ટના જે નિર્ણયને પોતાની અરજીમાં સંલગ્ન કર્યો છે તેમાં એક મહિલાએ ગર્ભધારણ કરવા માટે પોતાના પતિને છોડવાની માગ કરી હતી. કોર્ટે જેલમાં બંધ તેના પતિને 15 દિવસના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp