બકરી લઈ ટ્રેનમાં ચઢતા TTEએ બકરીની ટિકિટ માગી,મહિલાએ સ્માઇલ કરી બકરીની પણ ટિકિટ..

PC: jansatta.com

ઘણીવાર લોકો સાયકલ લઈને ટ્રેનમાં ચઢે છે, જ્યારે કેટલાક લોકો હરતી ફરતી દુકાન લઈને ટ્રેનમાં મુસાફરી કરે છે. સોશ્યિલ મીડિયા પર હાલમાં જ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ ચાલતી ટ્રેનમાં પાણીપુરી વેચી રહ્યો હતો, પરંતુ હવે ટ્રેનમાં બકરી લઈને જતી મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યારે TTએ મહિલા પાસેથી ટિકિટ માંગી તો તે મહિલાનો જવાબ સાંભળીને ચેકર પણ હસી પડ્યો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વૃદ્ધ મહિલા ટ્રેનમાં બકરી લઈને ઉભી છે. દરમિયાન ટિકિટ ચેક કરનાર TT તેની પાસે પહોંચે છે. જ્યારે TTએ ટિકિટ માંગી તો મહિલાએ ટિકિટ બતાવી, તેમાં ત્રણ લોકોની ટિકિટ બતાવી હતી. એક મહિલા પોતે, બીજી બકરી અને હજી બીજી એક! જયારે TTએ બકરીની ટીકીટ જોઈ તો તેને પણ હસવુ આવી ગયું.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક ટ્વિટર યુઝરે વીડિયો જોયા બાદ લખ્યું, 'આવા લોકો આ દેશનું ગૌરવ છે. સરળ, પ્રામાણિક ભારતીય!' અતુલ નામના ટ્વિટર યુઝરે લખ્યું, 'બકરી તેના માટે માત્ર એક પ્રાણી નથી. તે તેના પરિવારનો એક ભાગ છે અને કોઈપણ વ્યક્તિ પરિવારના સભ્ય સાથે આ રીતે વર્તે છે. લોકોએ મહિલાઓ પાસેથી ઘણું શીખવું જોઈએ.'

બીજાએ લખ્યું, 'અહીં અમીરો દેશને લૂંટીને ભાગી જાય છે અને ગરીબ લોકો બકરીઓની ટિકિટ ખરીદીને પણ મુસાફરી કરે છે.' બીજાએ લખ્યું, 'મહિલાએ બધું બરાબર કર્યું, તે પણ સુંદર છે પણ ટ્રેનમાં બકરીએ ગંદકી કરી હશે, તેને ક્યારે અને કોણે સાફ કર્યું હશે?’ એકે લખ્યું, 'મહિલાએ સાચું કર્યું કે ખોટું એ અલગ વાત છે, પરંતુ તેણે ઈમાનદારીથી બકરીની ટિકિટ પણ લીધી, તે સૌથી મજાની વાત છે.'

આ વીડિયો ક્યાંનો છે, તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ આ વીડિયો ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી લોકો મહિલાની સ્માઈલ અને ઈમાનદારીના ખુબ વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp