આઇસ્ક્રીમમાં કાનખજૂરો મળવા પર અમૂલે તોડ્યું મૌન, નોઇડાની મહિલાને મળીને કહી આ વાત
નોઇડામાં એક મહિલા ગ્રાહકના આઇસ્ક્રીમના ડબ્બામાં કાનખજૂરો નીકળ્યા બાદ સોમવારે અમૂલે તેને પરત કરી દેવાનો આગ્રહ કર્યો. જેથી આઇસ્ક્રીમના જે ડબ્બામાં કાનખજૂરો મળ્યો હતો, તેની તપાસ કરી શકાય. કેમ કે અમૂલ ભારત અને ગ્લોબલ માર્કેટ બંને જ જગ્યાએ ઉચ્ચ ગુણવત્તાવાળી ડેરી પ્રોડક્ટ્સની સપ્લાઈ કરે છે. ન્યૂઝ એજન્સી પાસે મળેલી જાણકારી મુજબ, નોઇડાની એક મહિલાએ ઇન્સટન્ટ ડિલિવરી એપના માધ્યમથી એક આઇસ્ક્રીમ ટબ મગાવ્યો હતો.
મહિલાએ દાવો કર્યો હતો કે, આઇસ્ક્રીમ ટબની અંદર કાનખજૂરો હતો. ત્યારબાદ ફૂડ સેફ્ટી અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી. કહેવામાં આવે છે કે દીપા દેવી નામની એક મહિલાએ 15 જૂને X હેન્ડલ પર એક પોસ્ટ કરી હતી, જેમાં અમૂલના આઇસ્ક્રીમ ટબમાં કાનખજૂરો હોવાની વાત કહેવામાં આવી હતી. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) જે અમૂલ ડેરી ઉત્પાદકોની માર્કેટિંગ કરે છે, તેણે નોઈડામાં મહિલા ગ્રાહકને થયેલી અસુવિધાને લઈને અફસોસ વ્યક્ત કર્યો છે.
તો નોઇડા ફૂડ સેફ્ટી ડીપાર્ટમેન્ટે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. તો પોતાના એક સ્ટેટમેન્ટમાં અમૂલે કહ્યું કે, ઘટનાની જાણકારી મળતા જ અમે સોશિયલ મીડિયા અપર રિસપોન્ડ આપ્યો. અમૂલનું કહેવું છે કે, મહિલા ગ્રાહકને થયેલી પરેશાનીને લઈને અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ. અમે ગ્રાહક સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. એ દિવસે અમે રાત્રે 9:30 વાગ્યા બાદ મળવાની વાત પણ કહી. કસ્ટમર સાથે મુલાકાત દરમિયાન અમે આઇસ્ક્રીમનો ડબ્બો પણ માગ્યો, જેથી તેની તપાસ કરી શકાય, પરંતુ મહિલાએ ડબ્બો આપવાનો ઇનકાર કર્યો.
અમૂલનું કહેવું છે કે, જ્યાં સુધી અમે મહિલા ગ્રાહક પાસેથી આઇસ્ક્રીમ ટબ પરત લેતા નથી, ત્યાં સુધી ઘટનાની તપાસ કરવી અમારા માટે ખૂબ મુશ્કેલ છે. આ ઘટના અમારા પેકિંગ અને સપ્લાઈ ચેન માટે પણ એક મોટો મુદ્દો છે. ગ્રાહક સાથે મીટિંગ દરમિયાન અમૂલે જણાવ્યું કે, અમૂલનો પ્લાન્ટ ISO સર્ટિફાઇડ છે. અહી ઘણા પ્રકારની ક્વાલિટી ચેક બાદ અમે લોકો સુધી આ પ્રકારના કોઈ પણ પ્રોડક્ટ પહોંચાડીએ છીએ.
સાથે જ અમૂલે ગ્રાહકને પોતાના પ્લાન્ટની વિઝિટ કરવાનો પણ આગ્રહ કર્યો. જેથી તે ત્યાં પ્રોસેસ અને પ્રોડક્શનના કામમાં કેટલી ચોક્સાઇ અને ઉચ્ચ માનાકોનું અનુપાલન થાય છે એ જોઈ શકે. અમૂલ તરફથી બતાવવામાં આવ્યું કે, 50 કરતા વધુ દેશોમાં અમૂલની પ્રોડક્ટ વેચાય છે. અમે પોતાની પ્રોડક્ટમાં ફૂડ સેફ્ટીના ઉચ્ચત્તમ માનાકોનું અનુપાલન કરીએ છીએ. સાથે જ કસ્ટમને સ્વસ્થ્યકારી અને ઉચ્ચ પોષણવાળી પ્રોડક્ટ, ઉપલબ્ધતા કરાવવાનું સુનિશ્ચિત કરે કરીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp