ગંદકી જોઈ ભડક્યા મંત્રી, પોતે જ કરવા માંડ્યા લેડિઝ ટોયલેટની સફાઈ

PC: twitter.com

મધ્ય પ્રદેશના ગ્વાલિયર સ્થિત સરકારી ઓફિસની બિલ્ડિંગ મોતી મહેલ પહોંચેલા પ્રદેશના ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમર ગંદકી જોઈને ભડકી ઉઠ્યા અને પોતે જ ટોયલેટની સફાઈ કરવા માંડ્યા. મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં મંત્રી પ્રદ્યુમન સિંહ તોમર શુક્રવારે મોતી મહલના ડિવિઝનલ કમિશનર સાથે ચર્ચા કરવા પહોંચ્યા હતા. પાછા ફરતી વખતે કાર્યાલયની કેટલીક મહિલા કર્મચારીઓ દ્વારા મંત્રી તોમરને ફરિયાદ કરવામાં આવી કે, ઓફિસમાં તેમના માટે બનાવવામાં આવેલા ટોયલેટની સાફ-સફાઈ નિયમિતરીતે નથી થતી તેમજ શૌચાલય ગંદા હોવાને કારણે તેમણે ખૂબ જ અસુવિધાઓનો સામનો કરવો પડે છે.

મહિલા કર્મચારીઓની ફરિયાદ સાંભળતા જ મંત્રી તોમરે મોતી મહલ પરિસર સ્થિત શૌચાલયોની સાફ-સફાઈની વ્યવસ્થા જોઈ તો શૌચાલય ગંદા મળી આવ્યા, આથી તેમણે તરત જ નિગમ કમિશનર અને સફાઈ કર્મચારીઓને ફોન કર્યો, પરંતુ ઘણીવાર ફોન કરવા છતા કોઈએ તેમનો ફોન ના ઉપાડ્યો. આથી અંતે તેમણે આવશ્યક સામગ્રી મંગાવીને જાતે જ શૌચાલયોની સાફ-સફાઈ કરવાનું શરૂ કરી દીધુ. તોમરે કર્મચારીઓને કહ્યું કે, શાસકીય કાર્યાલય પરિસરમાં શૌચાલયોની સાફ-સફાઈની જવાબદારીને સમજો તેમજ તમામ શાસકીય કાર્યાલયોના શૌચાલયો સાફ તેમજ સ્વચ્છ રહેવા જોઈએ. તેને માટે અધિકારી સતત મોનિટરિંગ કરે તેમજ શાસકીય કાર્યાલયોના શૌચાલયોને નિયમિતરીતે સાફ કરાવે તે ખૂબ જ જરૂરી છે.

આ સાથે જ તેમણે નિર્દેશ આપ્યા કે, આ પરિસરમાં ટોયલેટોની સાફ-સફાઈ માટે જવાબદાર અધિકારી તેમજ કર્મચારીઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે. મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે સંયુક્ત આયુક્ત રાજસ્વ આર. પી. ભારતીને કહ્યું કે, શાસકીય કાર્યાલયોમાં મહિલાઓ માટે ઉપલબ્ધ જન સુવિધાના સંશાધનોનું વિશેષ ધ્યાન રાખો તેમજ આ પરિસરમાં શૌચાલયોની સાફ-સફાઈ માટે જે પણ વ્યક્તિ જવાબદાર છે, તેમની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરો. આ કોઈ પહેલો અવસર નથી કે, જ્યારે મંત્રી તોમર સાફ સફાઈના સાધનો પોતે પોતાના હાથમાં લઈને સફાઈ માટે ઉતર્યા હોય. આ અગાઉ પણ નાળાની સફાઈ માટે તેઓ પોતે પાવડો લઈને નાળામાં ઉતરી ગયા હતા અને તે અગાઉ ઝાડુ લઈને પાર્કની સફાઈ કરી હતી. આ ઉપરાંત, અગાઉ પણ તેઓ વિધાનસભા ક્ષેત્રમાં ટોયલેટની સાફ-સફાઈ કરતા દેખાઈ ચુક્યા છે.

આ અગાઉ તેઓ ગ્વાલિયરના ફૂલબાગ ગ્રાઉન્ડમાંથી નીકળી રહ્યા હતા તો કેટલાક યુવકોને ક્રિકેટ રમતા જોયા. પોતાનો કાફલો અટકાવીને તેઓ તે યુવકો સાથે ક્રિકેટ રમવા માંડ્યા. તોમર પોતાના અલગ અંદાજથી હંમેશાં લોકોને ચોંકાવતા રહે છે. તેમનો આ અંદાજ ફરી એકવાર ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp