ગેસ ગીઝર બન્યું કાળ, નહાતી વખતે મહિલાનું નિધન, જાણો કેવી રીતે બચી શકાય

PC: patrika.com

રાજસ્થાનના શ્રીગંગાનગરથી એક ખૂબ જ દુખદ ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલાનું બાથરૂમમાં નહાતી વખતે નિધન થઈ ગયું હતું. શ્રીગંગાનગરના ગજસિંહપુર વિસ્તારમાં રહેતી મહિલા રવિવારે બાથરૂમમાં નહાવા માટે ગઈ હતી , જ્યાં ગેસ ગીઝરમાં લીકને કારણે ગુંગણામણથી મહિલાનું નિધન થઈ ગયું હતું. આ પહેલી આવી ઘટના નથી, જાન્યુઆરીથી અત્યારસુધીમાં શ્રીગંગાનગરમાં 6 લોકોનું આવી રીતે મોત થઇ ગયું છે.

ગજસિંહપુર પોલીસ સ્ટેશનના પ્રભારી સુભાષ બિશ્નોઇએ કહ્યું હતું કે, વોર્ડની એક 35 વર્ષીય મહિલા સંતોષ દેવી રવિવારે બપોરે 3 વાગ્યે નહાવા ગઈ હતી. બાથરૂમમાં લાગેલા ગેસ ગીઝરમાંથી ગેસ લીક થતા ગુંગણામણને કારણે તેનું નિધન થયું હતું. ઘણા સમય સુધી સંતોષ દેવી બાથરૂમમાંથી બહાર ન આવતા, તેની નણંદે તેને બૂમ પાડી હતી,પરંતુ અંદરથી કોઈ જવાબ ન આવતા પરિવારજનોને નણંદે બોલાવીને બાથરૂમનો ગેસ ખોલ્યો હતો.

સંતોષ દેવીને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. સંતોષ દેવી એક આશાવર્કર તરીકે કામ કરતી હતી, તેને બે દીકરીઓ હતી.

ગેસ ગીઝરથી કેવી રીતે થાય છે નિધન...

એક્સપર્ટ ડૉક્ટર પવન સૈનીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગેસ ગીઝર કાર્બન મોનોક્સાઇડ બનાવે છે. જો બાથરૂમમાં વેન્ટીલેશનની વ્યવસ્થા ન હોય તો નહાતા વ્યક્તિને ગુંગણામણ થઇ શકે છે. તેનું મોત પણ થઈ શકે છે. ગેસ ગીઝર જ્યારે ચાલે ત્યારે તેનાથી કાર્બન મોનોક્સાઇડ ગેસ બને છે અને તે શરીરમાં પહોંચીને રેડ બ્લડ સેલ્સને નુકસાન પહોંચાડે છે અને આનાથી હિમોગ્લોબીન મોલિક્યૂલ બ્લોક થઈ જાય છે અને શરીરમાં ઓક્સિજનના પ્રવાહમાં અવરોધ ઉભો થાય છે. આનાથી શ્વાસ લેવામાં તકલીફ, ગભરાટ, માથાનો દુખાવો, વિચારવાની ક્ષમતા ઓછી થઈ જાય એવી સમસ્યાઓ જોવા મળે છે. લોકો બેભાન થઈ જાય છે અને ઘણા કિસ્સામાં લોકોનું મૃત્યુ પણ થઈ જાય છે.

એક્સપર્ટ્સનું કહેવું છે કે, નહાતી વખતે ગરમ પાણીની ભાપથી ઓક્સિજન ઓછી થાય છે અને મોનોઓક્સાઇડ પોતાનો પ્રભાવ છોડે છે. ગેસ ગીઝરને બાથરૂમની બહાર ખૂલ્લી જગ્યામાં લગાવવું જોઈએ, જ્યાં હવાની અવરજવર થતી હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp