મહિલા અધિકારીએ ગર્ભવતી ક્લાર્કને રજા ન આપી,બાળકનું ગર્ભમાં નિધન,DyCMની કાર્યવાહી
ઓડિશાના ડેરેબીસ બ્લોકમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં તૈનાત સગર્ભા ક્લાર્ક વર્ષા પ્રિયદર્શિનીના ભ્રૂણનું મૃત્યુ થયું હતું. એવો આરોપ છે કે બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસર (CDPO) સ્નેહલતા સાહુએ પ્રસૂતિની પીડા હોવા છતાં ઓફિસમાંથી રજા આપી ન હતી અને ન તો તેમણે કોઈ તબીબી મદદ આપી હતી. આ મામલે DyCM પ્રવતિ પરિદાએ CDPOને પદ પરથી હટાવી દીધા છે.
ઓડિશાના ડેરેબીસ બ્લોકમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં તૈનાત સગર્ભા ક્લાર્ક વર્ષા પ્રિયદર્શિનીના સાત મહિનાના ગર્ભનું મૃત્યુ થયું હતું. એવો આરોપ છે કે બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસર (CDPO) સ્નેહલતા સાહુએ તેમને હેરાન કર્યા અને પ્રસૂતિની પીડા પછી પણ ન તો રજા આપી કે ન તો મેડિકલ મદદ આપી. આ ઘટના પછી લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બાબતે તાકીદે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પીડિત મહિલા ક્લાર્ક વર્ષા પ્રિયદર્શિનીએ જણાવ્યું કે, તે છેલ્લા ત્રણ વર્ષથી આ ઉત્પીડનનો સામનો કરી રહી છે. જેના કારણે મારા બાળકનું મોત થયું હતું. આ હેરાનગતિની સીધી અસર મારા બાળક પર પડી. CDPO મેડમે મને ખૂબ પરેશાન કરી. હું પ્રેગ્નન્ટ થયા પછી હેરાનગતિ વધી ગઈ. મારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમ છતાં હું કામ કરી રહી હતી.
વર્ષા પ્રિયદર્શિનીએ કહ્યું કે, તે છેલ્લા ત્રણ વર્ષથી CDPO દ્વારા ઉત્પીડનનો શિકાર બની રહી છે. ગર્ભાવસ્થા દરમિયાન હેરાનગતિ વધી ગઈ હતી. પ્રસૂતિની પીડા હોવા છતાં, CDPO સ્નેહલતા સાહુએ ઓફિસ છોડવાની પરવાનગી આપી ન હતી અને ન તો તેમણે કોઈપણ પ્રકારની તબીબી સહાયની વ્યવસ્થા કરી હતી.
પીડિતાએ કહ્યું કે, તેમણે માત્ર મારી સમસ્યાની અવગણનાજ નથી કરી, પરંતુ જ્યારે મેં તેની સાથે આ વિશે વાત કરી તો તેમણે અસભ્ય જવાબ આપ્યો. ત્યાર પછી પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. તેઓ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ ગર્ભના મોતની પુષ્ટિ કરી.
આ મામલા પછી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં વર્ષા તેના પરિવારના સભ્યો સાથે ઓફિસમાં CDPO સાથે દલીલ કરતી જોવા મળી હતી. આ વીડિયો સામે આવ્યા પછી આ ઘટના ચર્ચામાં આવી હતી.
"She is not a woman, but a demon who killed my baby in the womb..."
— OTV (@otvnews) October 29, 2024
The baby of a pregnant clerk, Barsha Priyadarshini, died in the womb due to the alleged inhumane behaviour of Child Development Project Officer (CDPO) Snehalata Sahoo in #Kendrapara district.
As per the… pic.twitter.com/ia8ZLHQZ0E
આ બાબતને લઈને રાજ્યના DyCM પ્રવતિ પરિદાએ તાત્કાલિક પગલાં લઈને CDPO સ્નેહલતા સાહુને તેમના પદ પરથી હટાવી દીધા હતા અને કલેક્ટરને ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા આદેશ આપ્યો હતો. કલેક્ટરનું કહેવું છે કે, તપાસ કર્યા પછી આ મામલે કડક પગલાં લેવામાં આવશે.
બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અનિરુદ્ધ બેહરાએ પણ કહ્યું છે કે, તપાસ પછી મામલો ઉચ્ચ અધિકારીને મોકલવામાં આવશે. બરશાએ આ ઘટના અંગે કલેક્ટર અને પોલીસ અધિક્ષકને પણ ફરિયાદ કરી છે અને આરોપી મહિલા અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp