જ્યારે વડાપ્રધાન મોદીએ ઇન્ટર પાસ મહિલાને પૂછ્યું ચૂંટણી લડીશ? મળ્યો આ જવાબ

PC: indiatoday.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના બે દિવસીય પ્રવાસ પર હતા. પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાભાર્થી મહિલાઓને મળ્યા. સેવાપુરી બ્લોકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મેરી કહાની મેરી જુબાની કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. આ દરમિયાન મહિલાઓએ તેમની સાથે પોતાના અનુભવ શેર કર્યા. એક મહિલાની વાતોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલા પ્રભાવિત થઈ ગયા કે તેને (મહિલાને) પૂછી લીધું કે ચૂંટણી લડીશ?

વડાપ્રધાન મોદીના સવાલથી ત્યાં ઉપસ્થિત મહિલાઓ ચોંકી ગઈ. ગ્રામીણ મહિલાઓ વચ્ચે બેઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે, મારો સંકલ્પ છે કે ગામમાં રહેનારી 2 કરોડ મહિલાઓને લાખપતિ બનાવવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વારાણસી પ્રવાસના બીજા દિવસની શરૂઆત સ્વર્વેદ મહામંદિરથી કરી. મંદિરનું લોકાર્પણ કર્યું અને ત્યાં ઉપસ્થિત હજારો લોકોને સંબોધિત કર્યા. ત્યારબાદ બરકી ગામમાં આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સામેલ થવા પહોંચ્યા હતા.

અહી જનસભાને સંબોધિત કરવા અગાઉ લાભાર્થી મહિલાઓ સાથે મુલાકાત કરી. તેમના મોઢે જ તેમના અનુભવ સાંભળ્યા. લાભાર્થીઓ સાથે વાતચીત કરી અને યાત્રા સાથે સંબંધિત સવાલ પણ કર્યા. આ દરમિયાન એક મહિલા ચંદા દેવીએ પોતાના અનુભવોને ખૂબ જ આકર્ષક અંદાજમાં શેર કરવાના શરૂ કર્યા. તેની વાતો પૂરી થતા જ તેનો આત્મવિશ્વાસ અને બોલવાની રીત જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછ્યું કે તારો અભ્યાસ કેટલો છે? ચંદા દેવીએ જણાવ્યું કે, તે ઇન્ટર સુધી ભણી છે. તેના પર વડાપ્રધાને પૂછ્યું કે તું એટલું શાનદાર ભાષણ આપે છે, શું પહેલા ચૂંટણી લડી ચૂકી છે?

તેના પર ચંદા દેવીએ કહ્યું નહીં. તેના તુરંત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદા દેવીને પૂછ્યું કે શું તું ચૂંટણી લડીશ? વડાપ્રધાન તરફથી ચૂંટણી લડવાની એક પ્રકારની ઓફર આવવાથી ચંદા દંગ રહી ગઈ. ત્યાં ઉપસ્થિત અન્ય મહિલાઓ પણ હેરાન રહી ગઈ. ચંદાએ કહ્યું કે તે ચૂંટણી નહીં લડે. વડાપ્રધાન તરફ ઈશારો કરતા કહ્યું કે, તે તેમના (વડાપ્રધાન મોદી)થી ખૂબ પ્રભાવિત છે. તેણે કહ્યું કે, તમારા પ્રયાસોથી જ અમે કદમ મિલાવીને ચાલવા માગીએ છીએ. તમારી સામે ઉપસ્થિત થવું અને બે વાતો કહેવી મારા માટે સૌભાગ્યની વાત છે. વડાપ્રધાને ચંદા દેવીને તેના બાળકોના અભ્યાસ બાબતે પૂછ્યું. એમ પણ પૂછ્યું કે, કામકાજી મહિલા હોવા પર પરિવારનું ધ્યાન રાખવામાં કોઇ પરેશની તો નથી. ચંદાએ બધા સવાલોના ખૂબ જ સહજ રીતે જવાબ આપ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp