'રાજ્યપાલને મળવામાં મહિલાઓ..'નિવેદનમાં અપમાનજનક કંઈ નથી,CMમમતાએ હાઈકોર્ટને કહ્યુ
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ સોમવારે કલકત્તા હાઈકોર્ટને જણાવ્યું હતું કે રાજ્યપાલ CV આનંદ બોઝ સામેના જાતીય સતામણીના આરોપો અંગેના તેમના નિવેદનમાં બદનક્ષીજનક કંઈ નથી.
આ દલીલો CM બેનર્જીના વકીલ પૂર્વ એડવોકેટ જનરલ S.N. મુખર્જી દ્વારા રાજ્યપાલ દ્વારા CM બેનર્જી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં જસ્ટિસ કૃષ્ણ રાવની સિંગલ બેંચ સમક્ષ કરવામાં આવી હતી. CM મમતા પર રાજ્યપાલ CV આનંદ બોઝને એમ કહીને બદનામ કરવાનો આરોપ છે કે, તેમના પર લાગેલા જાતીય સતામણીના આરોપોને કારણે મહિલાઓ તેમને મળવામાં 'સુરક્ષિત અનુભવતી નથી.'
CM મમતા બેનર્જી વતી હાજર રહેલા એડવોકેટ સૌમેન્દ્રનાથ મુખોપાધ્યાયે કોર્ટને કહ્યું કે, તેમના અસીલના ભાષણમાં બદનક્ષીજનક કંઈ નથી. તેમણે કહ્યું કે, CM બેનર્જીએ એક જગ્યાએ કહ્યું હતું કે, 'રાજભવનમાં જે થયું, તે જોઈને મહિલાઓ રાજભવનમાં જવામાં સલામતી અનુભવતી નથી', આમાં બદનામી ક્યાં છે? આ બાબત ઘણા સમય પહેલા લોકોના ધ્યાન પર આવી ચુકી છે. મીડિયામાં થયેલી તમામ ટિપ્પણીઓને જોતાં જ્યાં સુધી મીડિયાને કેસમાં પક્ષકાર બનાવવામાં ન આવે ત્યાં સુધી કેસ સ્વીકારી શકાય નહીં.
TMCના નવા ચૂંટાયેલા ધારાસભ્ય રેયત હુસૈનના વકીલ કિશોર દત્તાએ સુનાવણી દરમિયાન કહ્યું કે, તેમના અસીલ વિરુદ્ધ મીડિયા ટ્રાયલનો આરોપ છે કે, તેમણે મીડિયામાં રાજ્યપાલ વિરુદ્ધ ખોટો પ્રચાર કર્યો છે, પરંતુ જાહેર વ્યક્તિઓ દ્વારા આવી વાતો કહેવી અને ચર્ચા કરવી એક સામાન્ય બાબત છે. આ સંબંધમાં અનેક સૂચનાઓનો ઉલ્લેખ કરીને દત્તાએ દાવો કર્યો હતો કે, આમાં કોઈ કેસ જ નથી બનતો, તેથી આ અરજી સ્વીકાર્ય નથી.
રાજ્યપાલના વકીલ ધીરજ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજ્યની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં શાસક પક્ષના બે ઉમેદવારોએ જીત મેળવી હતી. ત્યાર પછી તેમણે રાજ્યપાલને પત્ર લખીને કહ્યું કે, તેઓ વિધાનસભાના અધ્યક્ષ બિમન બેનર્જીની પાસે જઈને શપથ લેવા ઈચ્છે છે. તે રાજભવન જતા ડરે છે. આ સિવાય બીજું કશું લખ્યું નથી.
તેમણે કહ્યું કે CM મમતાએ તેમના ભાષણમાં કહ્યું કે, મેં સાંભળ્યું છે કે છોકરીઓ રાજભવન જતા ડરે છે કારણ કે ત્યાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે યોગ્ય નથી. તે વિધાનસભામાં જ શપથ લઈ શકે છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે રાજ્યપાલ વિરુદ્ધ અનેક અપમાનજનક ટિપ્પણીઓ કરી છે, જે મીડિયામાં પ્રકાશિત થઈ છે. ત્રિવેદીએ કહ્યું કે, રાજ્યપાલ વિરુદ્ધ આવી ટિપ્પણીઓ તાત્કાલિક બંધ થવી જોઈએ. કોર્ટે આ અંગે સૂચના આપવી જોઈએ.
જ્યારે, એડવોકેટ ભૂતપૂર્વ AG જયંત મિત્રાએ TMC ધારાસભ્ય સાયંતિકા બેનર્જી વતી કોર્ટમાં કેસ રજૂ કર્યો. તેમણે કહ્યું કે, તેમના ક્લાયન્ટ (સાયંતિકા) દ્વારા રાજ્યપાલને લખવામાં આવેલા પત્રમાં અપમાનજનક કંઈ નથી. તેમણે રાજ્યપાલને વિનંતી કરી છે કે, મીડિયામાં પ્રસિદ્ધ થઈ રહેલી બાબતોને કારણે રાજ્યપાલ તેમની ઓફિસમાં આવીને શપથ લેવડાવવી જોઈએ. એક મહિલા હોવાને કારણે તે ત્યાં (રાજભવન) જતાં ડરે છે, જો કે મીડિયાને આ કેસમાં સામેલ નથી કર્યું, તેથી કેસને બરતરફ કરવો જોઈએ.
આ અંગે રાજ્યપાલના વકીલ ધીરજ ત્રિવેદીએ કહ્યું હતું કે, રાજ્યપાલ સામે કોઈ ક્રિમિનલ કેસ નથી તો તેમની સામે આવી ટિપ્પણી શા માટે કરવામાં આવી? છોકરીઓ રાજભવન જતાં ડરે છે એવું કોઈ પુરાવા વિના કહેવું અપમાનજનક છે. જસ્ટિસ કૃષ્ણા રાવની બેંચે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કેસની સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp