પહેલી ઘટનાઃ મુંબઈથી નિકળેલી શ્રમિક ટ્રેન UPની જગ્યાએ ઓરિસ્સા પહોંચી ગઈ

PC: noprobleminindia.com

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રોજી રોટી કમાવવા માટે ગયેલા શ્રમિકોની વતન વાપસી હજું યથાવત છે. સરકાર તરફથી શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. પણ ટ્રેન શેડ્યુલના સ્વભાવ પ્રમાણે ઘણી ટ્રેન મોડી ઉપડી રહી છે. પ્રવાસી મજૂરોએ આક્ષેપ કર્યો હતો કે, ટ્રેક અમુક જંક્શન પર કલાક સુધી ઊભી રહી જાય છે. જેના કારણે ટ્રેનમાં બેઠેલા શ્રમિકોને ગરમી, ભૂખ તથા આકરો તાપ સહન કરવો પડે છે. એવી ખબર સામે આવી છે કે, મુંબઈથી એક શ્રમિક ટ્રેનને ઉત્તર પ્રદેશ જવાનું હતું પરંતુ તે ઓરિસ્સા પહોંચી ગઈ હતી. મુંબઈથી રવાના થયેલી વસઇ રોડ-ગોરખપુર શ્રમિક સ્પેશિયલ ટ્રેન 21 મેના રોજ મુંબઇથી ગોરખપુર જવા નીકળેલી. રેલવેને આ ટ્રેેનનો શોર્ટેસ્ટ રુટથી લેવાનો હતો, પરંતુ આનો રુટ બદલીને લાંબો કરી દીધો અને ટ્રેન 8 રાજ્યનું ચક્કર કાપી ઓરિસ્સા પહોંચી ગઈ હતી.

જોનપુરના બદલે વારાણસી પહોંચી ગઈ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન, પ્રવાસીઓએ કર્યો હંગામો

શુક્રવારે આવી જ એક ઘટના વારાણસી અને મુગલસરાય જંક્શન વચ્ચે બની હતી. કલાકો સુધી ટ્રેન એક જ જંક્શન પર ઊભી રહી જતા પરેશાન થયેલા શ્રમિકો રેલવે ટ્રેક પર ઊતરી આવ્યા હતા અને નારેબાજી કરી હતી. મોટી સંખ્યામાં શ્રમિકોએ રેલવે ટ્રેક પર ઊતરીને બીજા ટ્રેક પર આવતી ટ્રેનને પણ રોકવાનો પ્રયત્ન કર્યો હતો. મહારાષ્ટ્રના પનવેલથી હજારો શ્રમિકોને લઈને નીકળેલી ટ્રેન જૌનપુર જવા માટે નીકળી હતી. આ ટ્રેનને જૌનપુર જવાનું હતું પણ રસ્તામાં જૌનપુરના બદલે દીનદયાળ જંક્શન ટ્રેન ફંટાઈ ગઈ હતી.

ત્યાર બાદ વારાણસી થઈને આ ટ્રેન કાશી સ્ટેશન પર પહોંચી હતી. અહીં કાશીમાં ટ્રેન 6 કલાકથી પણ વધારે સમય સુધી ઊભી રહી હતી. ત્યાર બાદ જ્યારે આ ટ્રેન કાશી અને દીનદયાળ જંક્શન વચ્ચે આવતા વ્યાસનગર સ્ટેશન પર રોકાઈ. જ્યાં તે દોઢથી બે કલાક સુધી ઊભી રહી હતી. એક તો ટ્રેનને જૌનપુરથી દીનદયાળ જંક્શન લાવવામાં આવતા પ્રવાસીઓ પરેશાન હતા. એવામાં વારાણસી અને દીનદયાળ જંક્શન વચ્ચે ટ્રેન ઊભી રહી જતા વ્યાસનગર રેલવે સ્ટેશન પર શ્રમિકોએ હંગામો કર્યો. અહીં મોટી સંખ્યામાં શ્રમિકો રેલવે ટ્રેક પર ઊતરી આવ્યા અને હંગામો કરવા લાગ્યા હતા.

Image

પનવેલથી આવતી અન્ય ટ્રેનને પણ ઊભી રાખવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ પ્રકારનો હંગામો જોઈને ટ્રેન ડ્રાઈવર ટ્રેન છોડીને છુપાઈ ગયા હતા. બે કલાક સુધી શ્રમિકોએ હંગામો કર્યો. આ ઘટનાની જાણ રેલવે પોલીસને થતા એક ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. પછીથી સમજાવીને ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી. પછી દીનદયાળ જંક્શન પરથી શ્રમિકોને બસ મારફતે એમના વતન તરફ રવાના કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp