હવે ભારતમાં સાયબર સેના પણ હશે, PM મોદીએ આપ્યો હતો આઇડિયા

PC: thestatesman.com

ઝડપથી વધતા સાઇબર ક્રાઇમને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય મોટું પગલું ઉઠાવવા જઈ રહ્યું છે. ભારત સાઇબર જોખમોના આગામી સ્તરને પહોંચીવળવા માટે કમર કસી રહ્યું છે. તેના માટે કેન્દ્ર સરકારે ‘સાઇબર કમાન્ડો’ની એક વિંગ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આ વિંગમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસબળો સાથે-સાથે કેન્દ્રીય પોલીસ સંગઠનોને સામેલ કરવામાં આવશે.

તેના માટે ચિઠ્ઠી લખીને ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બધા પોલીસબળો પાસે 10 ઉપયુક્ત ‘સાઇબર કમાન્ડો’ની ઓળખ કરવા કહ્યું છે. સાઇબર કમાન્ડો વિંગનો વિચાર આ વર્ષની શરૂઆતમાં આવ્યો હતો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ DGP/IG સંમેલન દરમિયાન તેની સ્થાપનાની ભલામણ કરી હતી. MHA ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે વિશેષ નવી વિંગ સાઇબર સુરક્ષાના જોખમનો સામનો કરશે.

ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીની રક્ષા કરશે અને સાઇબર સ્પેસમાં તપાસ કરશે. ગૃહ મંત્રાલય દ્વારા લખવામાં આવેલી ચિઠ્ઠીમાં કહ્યું છે કે, ‘જાન્યુઆરી 2023ના મહિનામાં આયોજિત DGP/IG સંમેલન દરમિયાન વડાપ્રધાને ભલામણ કરી હતી કે સાઇબર સુરક્ષાઓના જોખમનો સામનો કરવા, ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી નેટવર્કની રક્ષા કરશે. તપાસ કરવા માટે ઉપયુક્ત રૂપે પ્રશિક્ષિત ‘સાઇબર કમાન્ડો’ની એક વિશેષ વિંગની સ્થાપના કરવી જોઈએ. જેનું સાઇબર સ્પેસ, પોલીસ અને સરકારી સંગઠનોની સાઇબર સુરક્ષા આવશ્યકતાઓનો નિરંતર આધાર પર ધ્યાન રાખવાનું કામ હશે.

પ્રસ્તાવ મુજબ, સાઇબર કમાન્ડો વિંગ પોલીસ સંગઠનોનું અભિન્ન અંગ હશે. તેમાં એવા કમાન્ડો હશે જે IT સુરક્ષા અને ડિજિટલ ફોરેન્સિક ક્ષેત્રમાં જાણકાર હશે અને તેમાં યોગ્યતા હશે. પ્રસ્તાવિત સાઇબર કમાન્ડો વિંગ પોલીસ સંગઠનનું એક અભિન્ન અંગ હશે. તેનું સંચાલન રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય પોલીસ સંગઠનો/CAPF તરફથી લેવામાં આવેલા ઉપયુક્ત પ્રશિક્ષિત અને સૂસજ્જિત સેવારત પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવશે.

ગૃહ મંત્રાલયે પોતાની ચિઠ્ઠીમાં કહ્યું છે કે સાઇબર કમાન્ડોને IT સુરક્ષા અને ડિજિટલ ફોરેન્સિક ક્ષેત્રમાં તેમના ઉપસ્થિત જ્ઞાન અને યોગ્યતાના આધાર પર બધા રેંકના સેવારત કર્મીઓમાંથી પસંદ કરવામાં આવશે અને એક વિશેષ રૂપે ડિઝાઇન કરવામાં આવેલા આવાસીય પ્રશિક્ષણ કાર્યક્રમમાંથી પસાર થવું પડશે. પસંદ કરવામાં આવેલા કમાન્ડોને તાલિમ આપવામાં આવશે અને સાઇબર જોખમોથી પહોંચીવળવા અને તેમનો સામનો કરવામાં મદદ કરવા માટે આવશ્યક પ્રણાલીઓથી લેસ કરવામાં આવશે. તેઓ દેશના સાઇબર પાયાના ઢાંચા માટે પણ જવાબદાર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp