
વર્લ્ડ બેંકે મંગળવારે પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે, નાણાકીય વર્ષ 2024માં ખપતમાં નરમીના કારણે ભારતનો GDP ઓછો થઈને 6.3 ટકા રહેવાનું અનુમાન છે. જણાવી દઇએ કે, પહેલા દેશનો GDP 6.6 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. વર્લ્ડ બેંકે પોતાના ઇન્ડિયા ડેવલપમેન્ટ અપડેટમાં કહ્યું છે કે, ખપતમાં ધીમી વૃદ્ધિ અને પડકારજનક બહારની પરિસ્થિતિઓના કારણે વિકાસ દરના બાધિત થવાની આશંકા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેવુ મોંઘુ થવુ અને આવકમાં ધીમી વૃદ્ધિથી ખાનગી ઉપભોગની વૃદ્ધિ પર અસર પડશે. તેમજ, મહામારી સાથે સંબંધિત રાજકોષીય સમર્થન ઉપાયોને પાછું લેવાના કારણે સરકારી ખપતમાં પણ ધીમી વૃદ્ધિનું અનુમાન છે. રિપોર્ટમાં ચાલુ ખાતાની ખોટ નાણાકીય વર્ષ 24માં ઓછું થઈને 2.1 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, જે ગત નાણાકીય વર્ષમાં ત્રણ ટકા હતો. મુદ્રાસ્ફીતિ પર વર્લ્ડ બેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તે ઘટીને 5.2 ટકા રહી જશે, જે હાલમાં જ પૂર્ણ થતા નાણાકીય વર્ષમાં 6.6 ટકા હતી.
વર્લ્ડ બેંકના અર્થશાસ્ત્રી ધ્રુવ શર્માના જણાવ્યા અનુસારા, અમેરિકા અને યુરોપના નાણાકીય બજારોમાં હાલની ઉથલ-પાથલે ભારત સહિત ઉભરતા બજારોમાં અલ્પકાલિક નિવેશના પ્રવાહ માટે જોખમ પેદા કર્યું છે. વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ભારતના સેવા નિર્યાત ઓક્ટોબર- ડિસેમ્બર ત્રિમાસિકમાં રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયો હતો. તેના કારણે અર્થવ્યવસ્થાને બહારના જોખમોથી બચાવવામાં મદદ મળશે કારણ કે ધીમી વૈશ્વિક અર્થવ્યવસ્થાના કારણે દેશના વ્યાપારિક નિર્યાત પર અસર પડવાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેવા ક્ષેત્રનો નિર્યાત હવે માત્ર આઈટી સેવાઓથી સંચાલિત નથી કરવામાં આવી રહ્યો, પરંતુ પરામર્શ અને અનુસંધાન અને વિકાસ જેવા વધુ આકર્ષક પ્રસ્તાવો દ્વારા પણ તે સંચાલિત થઈ રહ્યો છે.
આ સાથે જ વર્લ્ડ બેંકે કહ્યું છે કે, આજે ભારત સાથે સંબંધિત ઇન્ડિયા ડેવલપમેન્ટ રિપોર્ટ શેર કર્યો છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતનો વિકાસ આગળ પણ લચીલો બન્યો રહેશે પરંતુ, ત્યારબાદ પણ અર્થવ્યવસ્થામાં મહામારી બાદમાં સુધારો જોવા મળી શકે છે. ગ્લોબલ લેવલ પર હાલ ઘણા પ્રકારના પડકારો જોવા મળી શકે છે. આ સમયે પણ ભારત ઝડપથી વિકાસ કરનારી અર્થવ્યવસ્થાઓમાં બની રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp