વડાપ્રધાન નક્કી કરે છે કે કોણ જેલ જશે? શું કેજરીવાલનો દાવો સાચો છે>

PC: ndtv.com

સારું થશે કે સંવિધાન વાંચી લો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આ સલાહ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક તરફથી લગાવવામાં આવેલા એ આરોપ પર સલાહ આપી જે હેઠળ કેજરીવાલ કહે છે કે વડાપ્રધાન જ નક્કી કરે છે કે કોણ જેલ જશે. અરવિંદ કેજરીવાલ જ્યારે જેલથી બહાર આવ્યા તો તેમણે કહ્યું કે, વડાપ્રધાન જ નક્કી કરે છે કે કોણ જેલ જશે.

તેઓ કહે છે કે વડાપ્રધાનના ઇશારે હેમંત સોરેન અને મને જેલમાં નાખવામાં આવ્યા. આ સવાલનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સારું થશે કે આ લોકો સંવિધાન વાંચી લે, દેશના કાયદા-નિયમ વાંચી લે. મારે કંઇ કહેવાની જરૂરિયાત નથી. ED-CBI અને ઇનકમ ટેક્સનો ઉપયોગ કરીને વિરોધીઓને દબાવવામાં આવી રહ્યા છે. વિપક્ષના આ આરોપોનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારો મીડિયાને સવાલ છે, વિપક્ષે તમને કચરો પકડાવી દીધો. તેને લઈને તમે અમારી પાસે આવી જાવ છો.

મીડિયાવાળા રિસર્ચ કરે કે સરકાર, વડાપ્રધાનને શું સવાલ પૂછવા જોઈએ. જે કચરો ફેંકી રહ્યા છે, તેમને પૂછો ને કે, જે તમે કહી રહ્યા છો તેના પુરાવા શું છે. એ બરાબર છે કે હું કચરાને રિસાઈકલ કરીને ખાતરમાં બદલી દઇશ અને દેશ માટે કેટલીક સારી વસ્તુઓ બનાવી દઇશ. આજે ગામના સરપંચને સહી કરવાનો અધિકાર હોય છે, દેશના વડાપ્રધાનને નથી. એટલું નોલેજ નથી આ લોકો પાસે. દેશના વડાપ્રધાન પાસે આ પ્રકારનો કોઈ અધિકાર નથી.

તેમણે વધુમાં કહ્યું કે, મોદી સરકારે અધિકારીઓને કહ્યું છે કે મારી સરકાર કરપ્શનના વિષયમાં ઝીરો ટોલરન્સ છે, હવે ઓફિસમાં બેસેલા લોકોનું કામ છે કે તેને લાગૂ કરે. એક જમાનામાં 10 વર્ષમાં મનમોહન સિંહજીની સરકાર હતી, 34 લાખ પકડાઈ ગયા હતા. મતલબ કોઈ સ્કૂલ બેગમાં આવી જાય. હવે EDએ 10 વર્ષમાં 2200 કરોડ પકડાઇ ગયા છે, એ તો ટીવી પર દેખાય છે, જે 2200 કરોડ લાવ્યું છે, તેનું સન્માન થવું જોઈએ કે ગાળો આપવી જોઈએ. ગાળાગાળી કોણ કરી રહ્યું છે, જેમની પાસે પૈસા ગયા છે. જેણે ચોરી કરીને એકત્ર કર્યું હતું, એ પકડાઈ ગયા, તે બરાડા પડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp