કોંગ્રેસ જોઇન કરવાની જગ્યાએ કૂવામાં કૂદી જઈશ, નીતિન ગડકરીએ સંભળાવ્યો એ કિસ્સો

PC: indianexpress.com

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા નીતિન ગડકરીએ કોંગ્રેસને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, એક વખત એક નેતાએ તેમને કોંગ્રેસમાં સામેલ થવાની સલાહ આપી હતી, જેના પર તેમણે જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે તેઓ આ પાર્ટીના સભ્ય બનવાની જગ્યાએ કૂવામાં કૂદી જશે. નીતિન ગડકરીએ એવો પણ દાવો કર્યો કે, ભાજપ સરકારે દેશમાં છેલ્લા 9 વર્ષમાં કોંગ્રેસના 60 વર્ષના શાસનની તુલનામાં બેગણું કામ કર્યું છે.

કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે, થોડા દિવસ અગાઉ જ્યારે તેઓ ઉત્તર પ્રદેશમાં હતા, તો તેમણે લોકોને કહ્યું હતું કે, વર્ષ 2024ના અંત સુધી ઉત્તર પ્રદેશના માર્ગો અમેરિકા જેવા થઈ જશે. શુક્રવારે નીતિન ગડકરી મહારાષ્ટ્રના ભંડારામાં જનસભાને સંબોધિત કરી હતી. અહીં તેમણે નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર કામ અને યોજનાઓ ગણાવી. નીતિન ગડકરીએ ભાજપ માટે કામ કરવાના પોતાના શરૂઆતી દિવસોને યાદ કર્યા અને પાર્ટીની યાત્રા બાબતે વાત કરી. તેમણે દિવંગત કોંગ્રેસ નેતા શ્રીકાંત જિચકરના એક ઓફરનો પણ ઉલ્લેખ કર્યો.

નીતિન ગડકરીએ કહ્યું કે, એક વખત જિચકરે મને કહ્યું હતું કે તમે પાર્ટીના ખૂબ સારા કાર્યકર્તા અને નેતા છો. જો તમે કોંગ્રેસમાં સામેલ થાઓ છો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ થશે. આ ઓફર પર નીતિન ગડકરીએ કહ્યું કે, હું કોંગ્રેસમાં સામેલ થવાની જગ્યાએ કૂવામાં કૂદી જઈશ. મને ભાજપ અને તેની વિચારધારા પર પૂરો ભરોસો છે. હું તેના માટે કામ કરતો રહીશ. ગડકરીએ RSSની વિદ્યાર્થી શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)માં પોતાના કામને યાદ કર્યું.

તેમણે યુવા દિવસોમાં મૂલ્યોને સ્થાપિત કરવા માટે RSSના પણ વખાણ કર્યા. મંત્રીએ કોંગ્રેસ બાબતે વાત કરી અને કહ્યું કે, પાર્ટી બન્યા બાદથી તે ઘણી વખત તૂટી ચૂકી છે. આપણે પોતાના દેશના લોકતંત્રના ઇતિહાસને ન ભૂલવો જોઈએ. આપણે  ભવિષ્ય માટે ભૂતકાળથી શીખ લેવી જોઈએ. પોતાના 60 વર્ષના શાસન દરમિયાન કોંગ્રેસે ગરીબી હટાવોનો નારો આપ્યો, પરંતુ અંગત લાભ માટે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ ખોલી. ગડકરીએ ભારતને આર્થિક મહાશક્તિ બનાવવાના દૃષ્ટિકોણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, દેશના ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. કોંગ્રેસ પોતાના 60 વર્ષના શાસનમાં જેટલું કામ ન કરી શકી, તેનાથી બેગણું કામ ભાજપ સરકારે છેલ્લા 9 વર્ષમાં કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp