પશ્ચિમ રેલવેએ લોકડાઉનમાં 3.79 કરોડ લીટરથી વધુ દૂધનું લોડીંગ કરી રેકોર્ડ બનાવ્યો

PC: twitter.com/WesternRly

23 માર્ચ 2020થી લાગુ દેશવ્યાપી લોકડાઉન હોવા છતાં પશ્ચિમ રેલવે હંમેશા દેશની સેવા કરવામાં અગ્રેસર રહી છે દેશમાં અનાજ, દૂધ, દવાઓ, કરિયાણા, કોલસો વગેરે આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે લોડિંગ ટ્રેનો નિરંતર ચાલુ રાખી. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક આલોક કંસલે લોકડાઉન દરમિયાન આવશ્યક સામગ્રીની સપ્લાય ચાલુ રાખવા માટે ઉત્સાહપૂર્ણ રસ દાખવ્યો અને પાર્સલ સ્પેશિયલ ટ્રેનોના સંચાલનને પ્રથમ અગ્રતા આપી. મહાપ્રબંધકના કુશળ માર્ગદર્શનના પરિણામે પશ્ચિમ રેલવે કટોકટીના આ સમયગાળા દરમિયાન 3.79 કરોડ લીટરથી વધુ દૂધનું પરિવહન કરવામાં સફળ રહ્યું છે. પશ્ચિમ રેલવે માટે ગૌરવની વાત છે કે તે આખા ભારતીય રેલવે પર પહેલી આવી ઝોનલ રેલવે બની ગઈ છે, જેને લોકડાઉન સમયગાળા દરમિયાન સૌથી વધુ માત્રામાં દૂધનો પરિવહન કરવાનો ગૌરવ પ્રાપ્ત થયું છે. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક આલોક કંસલ આ અદભૂત સિદ્ધિ બદલ પશ્ચિમ રેલવેના તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સહિતની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.

પશ્ચિમ રેલવે દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી મુજબ, માર્ચ 2020માં જાહેર લોકડાઉનથી અત્યાર સુધી 882 રેલવે મિલ્ક ટેન્કરો વાળા 51 રેકનું પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના પાલનપુરથી હરિયાણાના પલવલ નજીક હિન્દ ટર્મિનલ સુધી પરિવહન કરવામાં આવ્યું. પશ્ચિમ રેલવે પોતાની મિલ્ક સ્પેશિયલ ટ્રેનોના પરિવહનથી દૂધ અને દૂધની પ્રોડક્ટ્સની આપૂર્તિ કરી છે. માર્ચ મહિના દરમિયાન 22થી 31 માર્ચ સુધી આરએમમેટીના 5 રેકોમાં 33.32 લાખ લીટર દૂધનું લોડિંગ કરવામાં આવ્યું.જ્યારે એપ્રિલ મહિના દરમિયાન આરએમટીના 15 રેકમાં 1.09 કરોડ લીટર દૂધ લોડ કરવામાં આવ્યું હતું. એ જ રીતે, મે મહિનામાં આરએમટીના 17 રેકસમાં 1.28 કરોડ લીટર દૂધ અને 28 જૂન સુધી આરએમટીના 14 રેકમાં 1.09 કરોડ લીટર દૂધ મોકલવામાં આવ્યું હતું. તદનુસાર, પશ્ચિમ રેલવે દ્વારા કુલ 51 દૂધ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે, જેમાં 37 હજાર ટનથી વધુનો ભાર હતો અને 100 ટકા વેગનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી 6.45 કરોડની આવક થઈ છે.

તે જ સમયગાળા દરમિયાન, આ દૂધની રેકોમાં એસએલઆર કોચમાં 4.08 લાખ કિલો વજનવાળા દૂધ ઉત્પાદનોનું પણ પરિવહન પણ કરવામાં આવ્યુ હતું. પશ્ચિમ રેલવે દ્વારા દૂધની આટલી મોટી માત્રાના પરિવહનથી આખા ભારતીય રેલવે પર એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે પશ્ચિમ રેલવે લોકડાઉન સમયગાળા દરમિયાન 3.79 કરોડ લીટરથી વધુ દૂધનું પરિવહન કરનારી પ્રથમ જોનાલ રેલવે બની છે. પશ્ચિમ રેલવેએ જરૂરી ચીજવસ્તુઓના પરિવહનને સુનિશ્ચિત કરીને રાષ્ટ્રની સેવા માટે પોતાનું અમૂલ્ય યોગદાન ચાલુ રાખ્યું છે અને પશ્ચિમ રેલવે હંમેશા અગ્રેસર રહેશે અને ભવિષ્યમાં જે પણ પરિસ્થિતિ હોઈ શકે તેનો સામનો કરવા તૈયાર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp