પંડિતે જણાવ્યું પ્રાણ પ્રતિષ્ઠાનો મંત્ર 84 નહીં આટલી સેકન્ડમાં કેમ પૂરો થયો
અયોધ્યામાં શ્રીરામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોગ્ય મુહૂર્તમાં થઈ. આ મહાનુષ્ઠાનની અસર દેશ-દુનિયા પર સકારાત્મક પડશે. પ્રાણ પ્રતિષ્ઠાનો મુખ્ય મંત્ર 84 સેકન્ડનો હતો, પરંતુ વિદ્વાનોની ચપળતાથી 83 સેકન્ડમાં જ પૂરો કરી લેવામાં આવ્યો. પ્રાણ પ્રતિષ્ઠાના સંયોજક રહેલા પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ બુધવારે અયોધ્યાથી કાશી ફર્યા. રામઘાટ સ્થિત સાંગ્વેદ વિદ્યાલયમાં વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, બધુ જિજ્ઞાસા મુજબ ચાલે છે, પરંતુ જે લોકો મુહૂર્તને યોગ્ય માનતા નથી, તેઓ માત્ર કાર્યમાં વિધ્ન નાખવાનો પ્રયાસમાં છે.
એ રાજનીતિથી પ્રેરિત છે કે અજ્ઞાનતાથી એ તેઓ જ જાણી શકે છે. તેમાણે કહ્યું કે, શ્રી રામલલાના અયોધ્યામાં બિરાજમાન થવાથી લોકોના મનમાં સત્ય પ્રવૃત્તિઓ અને ધર્માનુસાર કાર્ય કરવાનો વિચાર આવશે. શુભ અને સારા કાર્ય થશે. તેનાથી સનાતન વધુ મજબૂત થશે. પંડિત ગણેશ્વર શાસ્ત્રીએ જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠાનો મુખ્ય મંત્ર દિવસે 12 વાગીને 29 મિનિટ અને 8 સેકન્ડ પર શરૂ થયો અને 12 વાગીને 30 મિનિટ અને 31 સેકન્ડમાં પૂરો થઈ ગયો. મંત્ર 3 વખત વાંચવામાં આવ્યો. ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠાનું મહાનુષ્ઠાન પૂરું થયું હતું.
રામઘાટ સ્થિત સાંગ્વેદ વિદ્યાલયમાં તેમણે કહ્યું કે, શ્રીરામલલાના અયોધ્યામાં બિરાજમાન થવાથી લોકોના મનમાં સત્ય પ્રવૃત્તિઓ અને ધર્માનુસર કાર્ય કરવાનો વિચાર આવશે. શુભ અને સારા કાર્ય થશે. તેનાથી સનાતન વધુ મજબૂત થશે. મુઠ્ઠીભર લોકો છે જેમણે આ મહાનુષ્ઠાનમાં વિધ્ન નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રભુ શ્રીરામના કાર્યમાં કોઈ બાધા ન આવી, પરંતુ આ સોનેરી પળને લોકોએ ઉત્સવ તરીકે માનવી અને માત્ર દેશ જ નહીં, આખું વિશ્વ તેમાં સહભાગી બન્યું.
પ્રાણ પ્રતિષ્ઠાન મુખ્ય આચાર્ય પંડિત લક્ષ્મીકાન્ત દીક્ષિતે કહ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠાથી ભારત જ નહીં, આખા વિશ્વનું ભવિષ્ય ઉજ્જવળ થશે. અનુષ્ઠાનમાં કોઈ વિધ્ન ન આવે એ માટે દેશભરના વિદ્વાનોને બોલાવવામાં આવ્યા હતા. મુહૂર્તને લઈને તર્ક વિતર્ક કરનારાઓને સંપૂર્ણ નિદાન આપી દેવામાં આવ્યું હતું. હવે તેઓ સંતુષ્ટ છે કે નહીં તેઓ જાણે. જ્યારે આખો દેશ રામમય થઈ ગયો હતો તો રાજનીતિ કરનારા પણ બદલાઈ ગયા અને રામમય થઈ ગયા. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ કાશી ફરેલા કાશી વિશ્વનાથ મંદિર ન્યાસ પરિષદના અધ્યક્ષ નાગેન્દ્ર પાંડેએ કહ્યું કે, પ્રભુ શ્રીરામના રામરાજ્યની દૃષ્ટિને બળ મળશે. રાષ્ટ્ર નિર્માણને પણ તાકત મળશે.
કાશી વિદ્વત પરિષદના મહામંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીએ જણાવ્યું કે, શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાથી રામરાજ્યની કલ્પના સાકાર થશે. તેનાથી સનાતનીઓએ ગુમાવેલો વારસો ફરી પાછો આવશે. શ્રી રામાનંદ વિશ્વ હિતકરણી પરિષદના સંસ્થાપક અને શ્રીરામ જાનકી મંદિરના પીઠાધિશ્વર સ્વામી રામકમલદાસ વેદાંતીએ કહ્યું કે, રામલલાના બિરાજમાન થવાથી માનવતામાં પ્રાણ આવી ગયો છે. વ્યાકરણાચાર્ય સુમિત્રાનંદ ચતુર્વેદીએકહ્યું કે, સનાતનનો સૂર્યોદય થયો છે. હવે પ્રભુ શ્રીરામના આદર્શને આત્મસાત કરવાની જરૂરિયાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp