મહિલા અનામત 2039 સુધી પણ નહીં લાગૂ થાય, યોગેન્દ્ર યાદવે કયા આધારે કર્યો દાવો?

PC: facebook.com/YogendraYY

મહિલા અનામત માટે સંસદમાં બિલ રજૂ તો થયું, પરંતુ અધિનિયમ બનવા સુધી તેનો માર્ગમાં ઘણા રોડા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ એ વાતનો દાવો કરે છે કે મહિલા અનામત બિલને મૂળ રૂપ આપવામાં 2029 સુધી રાહ જોવી પડશે. આ બિલ કાયદો બનવા અગાઉ તેની આગળ સીમાંકનની શરત છે, જેને લઈને એ પ્રાવધાન છે કે સીમાંકન વર્ષ 2026 બાદ થયેલી વસ્તી ગણતરી બાદ જ લાગૂ થશે. એ બતાવવું જરૂરી છે કે સીમાંકન આગામી વસ્તી ગણતરી બાદ જ થશે અને એવી સંભાવના છે કે વસ્તી ગણતરી વર્ષ 2027માં થશે.

ત્યારબાદ મહિલા અનામત કોટા લાગૂ કરવાનું બાકી રહી જાય છે. આ આખી પ્રક્રિયામાં વર્ષ 2029 સુધીનો સમય લાગી શકે છે, પરંતુ સ્વરાજ અભિયાન સંગઠનના સંસ્થાપક યોગેન્દ્ર યાદવે કહ્યું કે, આ બિલને લાગૂ થવામાં વર્ષ 2029ની જગ્યાએ વર્ષ 2039 સુધીનો સમય લાગી જશે. એક ટ્વીટના માધ્યમથી યોગેન્દ્ર યાદવે પોતાની વાત સમજાવવાનો પ્રયાસ કર્યો છે. યોગેન્દ્ર યાદવે પોતાની ટ્વીટમાં કહ્યું કે, મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે મહિલા અનામત વર્ષ 2029માં થશે. એ ભ્રામક છે.

તેમણે કહ્યું કે, હકીકતમાં વર્ષ 2039 સુધી તેને લાગૂ કરી શકાય નહીં. મોટા ભાગના મીડિયા રિપોર્ટ્સ સીમાંકન ખંડના પ્રસ્તાવિત મહત્ત્વને નજરઅંદાજ કરે છે. અનુચ્છેદ 82 હેઠળ 2026 બાદ પહેલી વસ્તી ગણતરીના આંકડાઓ અગાઉ સીમાંકન લાગૂ નહીં કરી શકાય. હવે વસ્તી ગણતરી 2031 સુધી જ સંભવ છે. પોતાની ટ્વીટમાં યોગેન્દ્ર યાદવે જણાવ્યું કે, વસ્તી ગણતરી વર્ષ 2027ની જગ્યાએ વર્ષ 2031માં થશે, ત્યારબાદ સીમાંકનને લાગૂ કરવામાં આવશે.

તેમણે તર્ક આપ્યો કે સીમાંકન આયોગનો અંતિમ રિપોર્ટ આવવામાં 3 થી 4 વર્ષનો સમાય લાગી જશે. યોગેન્દ્ર યાદવે ટ્વીટમાં કહ્યું કે, મોટા ભાગના પર્યવેક્ષકોને એ યાદ નથી કે સીમાંકન આયોગને પોતાનો અંતિમ રિપોર્ટ આપવામાં 3 થી 4 વર્ષ લાગી જાય છે (ગત વખત 5 વર્ષ લાગ્યા હતા). એ સિવાય વસ્તી અનુપાતમાં બદલાવ જોતા આગામી સીમાંકન ખૂબ વિવાદાસ્પદ હોય શકે છે. એ મુજબ તેને વર્ષ 2039માં જ લાગૂ કરી શકાય છે. આજે 11:00 વાગ્યાથી સાંજે 06:00 વાગ્યા સુધી મહિલા અનામત બિલ પર ચર્ચા થઈ રહી છે.

કેન્દ્ર સરકારે સંસદના નીચલા સદન, રાજ્ય વિધાનસભાઓ અને દિલ્હી વિધાનસભામાં મહિલાઓને એક તૃતીયાંશ અનામત પ્રદાન કરવા સંબંધિત આ ઐતિહાસિક બિલને મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. વિધિ અને ન્યાય મંત્રી અર્જૂનરામ મેઘવાળે વિપક્ષના બુમરાણ વચ્ચે સંવિધાન (128મું સંશોધન) બિલ, 2023’ રજૂ કર્યું. આ બિલને પૂરક લિસ્ટના માધ્યમથી લિસ્ટેડ કરવામાં આવ્યું હતું. નવા સાંસદ ભવનમાં ઉપસ્થિત થનારું આ પહેલું બિલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp