UPમાં સપા-બસપા ગઠબંધન પર યોગીનો પ્રહાર, કહ્યું-‘જનતા બધું જાણે છે’

PC: thequint.com

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની ભૂમિકા મહત્વની રહેતી હોય છે. એવું કહેવાય છે કે, કેન્દ્રમાં સત્તા મેળવવા માટે ઉત્તરપ્રદેશને જીતવું ખૂબ જ મહત્વનું છે. લોકસભા ચૂંટણીમાં જે પક્ષ ઉત્તરપ્રદેશનો કિલ્લો જીતી છે કેન્દ્રમાં તેની બોલબાલા વધી જતી હોય છે. કારણ કે ભારતમાં લોકસભાની સૌથી વધુ 80 સીટો ઉત્તરપ્રદેશની છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપએ ઉત્તરપ્રદેશની 80 સીટોમાંથી 71 સીટો પર જીત મેળવી હતી. જેનો સીધો ફાયદો તેને કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતની સરકાર બનાવી મળ્યો. ત્યારે હવે ઉત્તરપ્રદેશમાં ભાજપને નુકશાન થવાના અણસાર જોવા મળી રહ્યા છે.

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની ભૂમિકા ખૂબ જ મહત્વની સાબિત થતી હોય છે. હવે છેલ્લા થોડાક દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે, લોકસભા ચૂંટણી 2019માં બંને સાથે મળીને ચૂંટણી લડશે. જે અંગેની જાહેરાત પણ ટૂંક જ સમયમાં થશે. એસપી-બીએસપીના સાથે ચૂંટણી લડવાની અટકળો વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથએ કહ્યું હતું કે, 'આ ફક્ત પોતાનું અસ્તિત્વ બચાવવાના પ્રયત્ન સિવાય બીજું કંઈ જ નથી. લોકો સત્ય જાણે છે અને તે પ્રમાણે મતદાન કરશે'.

મહત્વનું છે કે, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી એસપી-બીએસપી ગઠબંધનની જાહેરાત ટૂંક સમયમાં જ કરવાના છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, જો યુપીમાં આ ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે તો ભાજપને મોટું નુકશાન થઇ શકે છે. ભાજપને આ ગઠબંધનના દ્વારા મોટા પડકારનો સામનો કરવો પડી શકે છે. સાથે જ ભાજપની સીટોમાં પણ આ ગઠબંધનના કારણે ઘટાડો થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp