RSS પ્રમુખ મોહન ભાગવતને મળશે CM યોગી, ચૂંટણી પરિણામો બાદ ગોરખપુરમાં સંઘનું..

PC: thehindu.com

લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પહેલી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરશે. બંને વચ્ચે આ મુલાકાત ગોરખપુરમાં થશે. ઉત્તર પ્રદેશમાં ભાજપના ખરાબ પ્રદર્શન બાદ આ મુલાકાતને મહત્ત્વની માનવામાં આવી રહી છે કેમ કે બંને વચ્ચે લોકસભાની ચૂંટણી અને રાજ્યમાં સંઘના વિસ્તારને લઈને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. આ અગાઉ મોહન ભાગવતે ચિઉટાહ ક્ષેત્રની SVM પબ્લિક સ્કૂલમાં ચાલી રહેલી સંઘ કાર્યકર્તા વિકાસ વર્ગ શિબિરમાં સ્વયંસેવકોને સંબોધિત કર્યા હતા.

અહી 3 જૂનથી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તાલીમ શિબિરમાં લગભગ 280 સ્વયંસેવક ભાગ લઈ રહ્યા છે. ગુરુવારે RSS પ્રમુખ મોહન ભાગવતે કાશી, ગોરખપુર, કાનપુર અને અવધ ક્ષેત્રમાં સંઘની જવાબદારી સંભાળી રહેલા સંઘના લગભગ 280 સ્વયંસેવી કાર્યકર્તાઓ સાથે સંઘના વિસ્તાર, રાજનીતિક પરિદૃશ્ય અને સામાજિક પહેલુઓ પર ચર્ચા કરી. મીડિયા રિપોર્ટ મુજબ, સંઘ પ્રમુખે શાખાઓની સંખ્યા વધારવા અને સંગઠનના વિસ્તાર પર ભાર આપ્યો છે અને સંઘ દ્વારા ચલાવવામાં આવી રહેલા પ્રકલ્પોના વિસ્તાર પર પણ સૂચન આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની આશા મુજબ પરિણામ ન આવ્યા બાદ RSS નેતાઓ તરફથી નિવેદન સતત સામે આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઈન્દ્રેશ કુમારે લોકસભાની ચૂંટણીના પરિણામો પર મોટું નિવેદન આપતા ભાજપને અહંકારી અને વિપક્ષી ગઠબંધન INDIAને રામ વિરોધી કરાર આપ્યો છે. ઈન્દ્રેશ કુમારે કહ્યું કે, રામ બધા સાથે ન્યાય કરે છે. 2024ની લોકસભાની ચૂંટણીને જ જોઈ લો. જેમણે રામની ભક્તિ કરી, પરંતુ ધીરે ધીરે અહંકાર આવી ગયો. એ પાર્ટીને સૌથી મોટી બનાવી દીધી, પરંતુ જે તેને પૂર્ણ હક મળવો જોઈતો હતો, જે શક્તિ મળવી જોઈતી હતી, એ ભગવાને અહંકારના કારણે રોકી દીધી.

તો મોહન ભાગવતે સોમવારે એક વર્ષ બાદ પણ મણિપુરમાં શાંતિ કાયમ ન થવા પર ચિંતા વ્યક્ત કરી હતી. નાગપુરમાં સંગઠનના કાર્યકર્તા વિકાસ વર્ગ દ્વિતીયના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં સંઘના તાલીમાર્થીઓની એક સભાને સંબોધિત કરતા મોહન ભાગવતે કહ્યું હતું કે, મણિપુર છેલ્લા એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. 10 વર્ષ અગાઉ મણિપુરમાં શાંતિ હતી. એમ લાગતું હતું કે, ત્યાં બંદૂક સંસ્કૃતિ સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ રાજ્યમાં અચાનક હિંસા વધી ગઈ.

સાથે જ તેમણે કહ્યું હતું કે, એક સાચા સેવકમાં અહંકાર હોતો નથી અને તે ગરિમા બનાવી રાખતા લોકોની સેવા કરે છે. નાગપુરમાં આયોજિત કાર્યક્રમમાં ભાગવતે કહ્યું હતું કે જે સાચો સેવક છે, જેને વાસ્તવિક સેવક કહી શકાય છે એ મર્યાદાથી ચાલે છે. એ મર્યાદાનું પાલન કરીને જે ચાલે છે, એ કર્મ કરે છે, પરંતુ કર્મોમાં લપેટાયેલા હોતા નથી. તેમાં અહંકાર આવતો નથી કે મેં કર્યું. એ જ સેવક કહેવવાનો અધિકારી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp