ગુંબજવાળી જગ્યાએ નથી બની રહ્યું રામ મંદિરનું ગર્ભગૃહ? રાઉતના દાવા પર CM યોગીએ...

PC: ndtv.com

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. એવામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ વિપક્ષના આરોપો પર ખૂલીને પોતાના વિચાર રાખ્યા છે. રામ મંદિરના ગર્ભગૃહને લઈને સંજય રાઉતનું કહેવું છે કે ભાજપ આ રામ મંદિરને બરાબર એ જગ્યાએ બનાવી રહી નથી એટલે કે રામ મંદિરના ગર્ભગૃહને બરાબર એ જગ્યાએ બનાવવામાં આવી રહ્યું નથી, જ્યાં તેણે હોવું જોઈએ. માનવામાં આવે છે કે રામલલાની અસલી જન્મભૂમિ ત્યાં છે જ્યાં બાબરીનો ગુંબજ રહેતો હતો.

એવામાં ઉદ્ધવ ગ્રુપના નેતાએ આરોપ લગાવ્યો કે, ભાજપે મંદિર બરાબર એ જગ્યાએ બનાવ્યું નથી. આ આરોપો પર મુખ્યમંત્રી યોગીએ સ્પષ્ટ કહ્યું કે, મંદિર બરાબર એ જ જગ્યાએ બન્યું છે. સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરે તો પોતે દર્શન કરવા આવી ચૂક્યા છે. જ્યારે સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરે અયોધ્યા આવ્યા હતા, તો તેમણે પોતાનું આ અમૂલ્ય સૂચન ત્યારે કેમ ન આપ્યું. UBT નેતાઓ પર કટાક્ષ કરતા મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે કહ્યું કે, દ્રાક્ષ ખાટી છે એ તો કોઈ પણ બોલી શકે છે.

મુખ્યમંત્રી યોગીએ સ્પષ્ટ કહ્યું કે, અમારી આખી લડાઈ એ જ હતી કે રામલલા અમે જઈશું, મંદિર ત્યાં જ બનાવીશું' અને રામ મંદિર ત્યાં જ બની રહ્યું છે. એ સિવાય અયોધ્યા કાર્યક્રમને પોલિટિકલ ઇવેન્ટ કહેનારા રાહુલ ગાંધીના નિવેદન પર મુખ્યમંત્રી યોગીએ પલટવાર કર્યો. તેમણે કહ્યું કે, કોંગ્રેસને આ પ્રકારની પોલિટિકલ ઇવેન્ટ કરતા કોણે રોકી હતી. કોંગ્રેસે વર્ષ 1947થી એક લાંબા સમય સુધી દેશમાં સરકાર ચલાવી.

તેણે એવી ઇવેન્ટ કેમ ન કરી? તેઓ વર્ષ 2004થી સાંસદ છે અને પાછળથી સરકાર ચલાવતા આવ્યા છે, એ તો કોઇથી છુપું નથી. તો રાહુલજીએ એવી કોઈ ઇવેન્ટ કે? મુખ્ય યોગીએ કહ્યું કે, તેઓ હંમેશાં ભારતના સંવિધાનનું અપમાન કરનાર ઇવેન્ટના જ કાર્યક્રમ કરતા આવ્યા છે. તેઓ તો સંસદમાં કાગળ ફાડવાની ઇવેન્ટ કરતા આવ્યા છે. વિપક્ષનું કહેવું છે કે ચૂંટણી નજીક છે.

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉતાવળ અને તેને ચૂંટણી સાથે જોડવા માટે વિપક્ષી નેતાઓના સવાલ પર મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, કોંગ્રેસને આ પ્રકારના કાર્યક્રમમાં આવતા કોણે રોકી છે. શું એ સત્ય નથી કે વર્ષ 1989માં કોંગ્રેસે પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત અયોધ્યાથી જ કરી હતી. શું એ સત્ય નથી કે કોંગ્રેસ એક તરફ હિન્દુઓને મૂર્ખ બનાવે છે અને બીજી તરફ મુસ્લિમ વૉટબેંકથી મોહ છોડી શકતી નથી. આ મુદ્દા પર રાજનીતિ હંમેશાં કોંગ્રેસ અને વિપક્ષ પાર્ટીઓએ કરી છે. અમે ક્યારેય આ મુદ્દા પર રાજનીતિ કરી નથી. અમે શરૂઆતથી જ દેશની આસ્થાના પક્ષમાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp