શું ગુજરાતમાં 22 જાન્યુઆરીએ રજા જાહેર કરાશે? યોગી સરકારે કરી દીધી

PC: news18.com

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મંગળવારે મોટી જાહેરાત કરી છે. 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવવાનો છે. એ દિવસે ઉત્તર પ્રદેશની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ દિવસે ઉત્તર પ્રદેશમા દારૂની દુકાનો પણ નહીં ખુલશે.વિશ્વ હિંદુ પરિષદે તો આખા દેશમાં 22 જાન્યુઆરીના દિવસે જાહેર રજા આપવાની માંગ કરેલી છે. શું ગુજરાતમાં પણ 22 જાન્યુઆરીએ રજા જાહેર કરાશે? એવી ચર્ચાએ જોર પકડ્યું છે. 

ઉત્તર પ્રદેશમાં 22 જાન્યુઆરી 2022ના દિવસે રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને ‘રાષ્ટ્રીય ઉત્સવ’ તરીકે મનાવવામાં આવશે. મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે જાહેરાત કરી છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા રહેશે. આ દિવસે રાજ્યમાં દારૂની દુકાનો પણ બંધ રહેશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે આદેશમાં કહ્યું છે કે, અયોધ્યામાં આવનારા મહેમાનોને અવિસ્મરણીય અતિથી સત્કાર મળશે. સાથે જ 22 જાન્યુઆરીએ તમામ સરકારી ભવનોનો સાજ શરણગાર કરવામાં આવશે. સાથે આતશબાજીની પણ વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે. યોગી આદિત્ય નાથે આદેશ કર્યો છે કે અયોધ્યામાં સ્વચ્છતા માટે કુંભ મોડલ લાગૂ કરવામાં આવે.

મુખ્યમંત્રી 14 જાન્યુઆરીએ અયોધ્યામાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરશે. આજે અયોધ્યા પહોંચેલા મુખ્યમંત્રી યોગીએ અભિષેક સમારોહની તૈયારીઓની તપાસ કરી અને કહ્યું કે સ્વચ્છતા અને સુરક્ષા સાથે બાંધછોડ કરવામાં આવશે નહીં. તેમણે નિર્દેશ આપ્યો કે VVIP ના વિશ્રામ સ્થાનો અગાઉથી નક્કી કરવામાં આવે. અયોધ્યા આવતા ભક્તો અને પ્રવાસીઓ માટે માર્ગદર્શકો તૈનાત કરવા માટે કહેવામાં આવ્યું છે જે તેમને નવી, દિવ્ય અને ભવ્ય અયોધ્યાના ગૌરવથી પરિચિત કરાવશે.

22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશ અને દુનિયાના તમામ મહેમાનો અયોધ્યા આવશે. તેને જોતા અયોધ્યા જિલ્લા વહીવટીતંત્ર જિલ્લાની તમામ હોટલોમાં મહેમાનોના રહેવાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. બીજી તરફ અયોધ્યાને અડીને આવેલા લખનૌના હોટેલ સંચાલકો પણ મહેમાનોના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે.

લખનૌ જિલ્લા તંત્રએ 20 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી વચ્ચે લખનૌની તમામ હોટલમાંથી ખાલી રૂમોની યાદી મંગાવી છે. જેથી લખનૌમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા કરી શકાય. જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે લખનૌમાં મહેમાનોના રહેવાની વ્યવસ્થા કર્યા બાદ તેઓ હોટલ મેનેજમેન્ટને ખાલી રૂમોની યાદી આપશે. જે હોટલ સંચાલકો બુક કરાવી શકે છે.

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ હોટલોમાં રામ ધૂન ચાલશે. 22 જાન્યુઆરીએ શ્રધ્ધાળુઓના આગમનની શરૂઆત થઇ જશે. અયોધ્યા આવનારા મહેમાનોને કોઇ પણ પ્રકારની અગવડ ન પડે તેના માટે ગંભીર રીતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp