ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનો નિર્ણય, 6 મહિના માટે હડતાળ પર પ્રતિબંધ, આ છે કારણ

PC: India.com

પંજાબ અને હરિયાણામાં ખેડૂતોના આંદોલન વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં છ મહિના માટે હડતાળ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમ સરકારી વિભાગો, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને રાજ્ય સરકાર હેઠળના સત્તાવાળાઓને લાગુ પડશે.

એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ. દેવેશ ચતુર્વેદીએ આ સંદર્ભે એક સૂચના બહાર પાડી છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે Essential Services Maintenance Act (ESMA )એક્ટ લાગુ થયા બાદ પણ જો કોઈ કર્મચારી હડતાળ પર જતા કે વિરોધ કરતા જોવા મળશે તો હડતાળ કરનારાઓની એક્ટના ઉલ્લંઘન બદલ વોરંટ વગર ધરપકડ કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશ સરકાર પહેલા પણ આવો જ નિર્ણય લઇ ચૂકી છે.રાજ્ય સરકારે 2023માં છ મહિના માટે હડતાળ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ESMA એક્ટ લાગુ કરીને હડતાલ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

જ્યારે કર્મચારીઓ હડતાળ પર જાય છે ત્યારે ESMA એટલે કે Essential Services Maintenance Act ઉપયોગ કરવામાં આવે છે. આ કાયદાનો ઉપયોગ હડતાલ રોકવા માટે થાય છે. ખાસ વાત એ છે કે આ કાયદો વધુમાં વધુ છ મહિના માટે લાગુ કરી શકાય છે.

MSP પર કાયદેસર ગેરંટીની માંગ અને બીજી ઘણી માંગણીઓ સાથે સાથે ખેડૂતો ફરી એકવાર રસ્તા પર ઉતર્યા છે. ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી ચલો માર્ચનું આહ્વાન કર્યું હતું. પરંતુ પોલીસે ખેડૂતોને પંજાબ અને હરિયાણા બોર્ડર પર રોક્યા છે.

આ પહેલા કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓને લઈને દેશમાં એક વર્ષથી વધુ સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું. આ આંદોલન 26 નવેમ્બર 2020થી શરૂ થયું હતું. તે સમયે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોના ખેડૂતો દિલ્હીની સરહદો પર અડીંગો જમાવ્યો હતો.

ખેડૂતો ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવા પર અડગ હતા. ગયા વર્ષે, 19 નવેમ્બર, 2021 ના રોજ, એક વર્ષ લાંબા આંદોલન પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. આ ત્રણ કાયદા હવે પાછા ખેંચી લેવામાં આવ્યા છે.

ત્રણેય કાયદા પરત ખેંચાયા બાદ ખેડૂતોએ આંદોલન છેડવાની પણ જાહેરાત કરી હતી. જો કે, સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું હતું કે તેમની વધુ માંગણીઓ છે અને જો તે સંતોષવામાં નહીં આવે તો તેઓ ફરીથી આંદોલન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp