6 દિવસ નંબર નહીં કરી શકો પોર્ટ, આવી રહ્યા છે TRAIના નવા નિયમો

PC: techrounder.com

ભારતમાં MNP એટલે કે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સર્વિસ ટેલિકોમ સબ્સક્રાઈબર્સની વચ્ચે ખૂબ જ પોપ્યુલર છે. આ સર્વિસ દ્વારા સબસ્ક્રાઈબર પોતાનો મોબાઈલ નંબર બદલ્યા વિના ઓપરેટર ચેન્જ કરી શકે છે. પરંતુ હાલના સમયમાં MNPની પ્રક્રિયા ખૂબ જ લાંબી છે. જો તમે પોતાનો ટેલિકોમ ઓપરેટર બદલવા માગતા હો, તો પહેલા તમારે UPC એટલે કે યૂનિક પોર્ટિંગ કોડ જનરેટ કરવો પડશે. ત્યારબાદ પણ આખી પ્રક્રિયામાં અઠવાડિયાનો સમય લાગી શકે છે. હવે, TRAI નંબર પોર્ટેબિલિટીના નિયમોમાં બદલાવ કરી રહ્યું છે.

MNP સાથે સંકળાયેલા નવા નિયમ 16 ડિસેમ્બરે રાત્રે 12 વાગ્યાથી લાગૂ થશે. એવામાં ધ્યાન આપવાની વાત એ છે કે, નવા નિયમ લાગૂ થયાના થોડાં દિવસ પહેલા MNP સર્વિસને સંપૂર્ણરીતે અટકાવી દેવામાં આવશે. TRAI અનુસાર, 9 ડિસેમ્બર 5.59 PMથી પહેલા અપ્લાય કરનારા યુઝર્સની રિક્વેસ્ટ હાલના નિયમો અનુસાર પૂરી કરવામાં આવશે અને ત્યારબાદ 16 ડિસેમ્બ્ર રાત્રે 12 વાગ્યાથી નવી રિક્વેસ્ટ સબમિટ નહીં કરવામાં આવશે. એટલે કે 6 દિવસ નવી MNP રિક્વેસ્ટ ફાઈલ કરવામાં નહીં આવશે.

TRAIનું કહેવું છે કે, ટેસ્ટિંગની પ્રોસેસમાં એટલો સમય લેવામાં આવ્યો, જેનાથી નિયમ લાગૂ થયા બાદ કોઈ સમસ્યા સામે ન આવે. નવા નિયમો લાગૂ થયા બાદ ગ્રાહકોને એક નંબરથી બીજા નંબરમાં પોર્ટ કરવામાં ખૂબ જ સરળતા મળશે.

નવા નિયમ 16 ડિસેમ્બરથી લાગૂ થઈ જશે, જે ગત વર્ષે 13 ડિસેમ્બરે ફાયનલ થઈ જશે. નવા નિયમ લાગૂ થયા બાદ માત્ર બે દિવસમાં તમે તમારો નંબર એક ઓપરેટરમાંથી બીજા ઓપરેટરમાં પોર્ટ કરી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp