તમે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા ઈચ્છો છો,સરકાર પહેલા મા-બાપને કહેશે, UCCમાં જોગવાઈ
યુનિફોર્મ સિવિલ કોડ, ઉત્તરાખંડનો સંશોધન અહેવાલ આજે જાહેર કરવામાં આવ્યો છે. આ બિલ આ વર્ષના અંત સુધીમાં લાગુ કરવામાં આવશે અને ઉત્તરાખંડ UCC બિલ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. UCC બિલમાં લગ્ન અને છૂટાછેડા, વારસા, લિવ-ઇન સંબંધોના નિયમોની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ સંશોધન અહેવાલને 4 વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યો છે અને તેને સાર્વજનિક કરવાનો હેતુ એ છે કે, રાજ્યના લોકો નવા કાયદાઓ અમલમાં મૂકતા પહેલા તેના વિશે સારી રીતે સમજી શકે. તેના વિભાગ ત્રણમાં ‘સહવાસ સંબંધ’ સમજાવવામાં આવ્યો છે. લિવ-ઇન વિશે પાના 168 થી 171 સુધી વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
યુનિફોર્મ સિવિલ કોડ બિલ લિવ-ઇન રિલેશનશિપને લઈને સૌથી વધુ ચર્ચિત મુદ્દો છે. દેશમાં વધી રહેલા આ ટ્રેન્ડ પર સરકારે ગંભીરતાથી વિચાર કર્યો છે. કારણ કે આવી અનેક ઘટનાઓ જોવા મળી છે જેમાં લગ્ન વગર સાથે રહેતા યુગલો વચ્ચે પરસ્પર જવાબદારીઓ, મિલકતના વિવાદ, સંતાનપ્રાપ્તિ અને પછી વારસાને લઈને વિવાદ થયો હોય.
લિવ-ઈન રિલેશનશિપને લઈને UCCમાં ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. પહેલો નિયમ એ છે કે, હવે લિવ-ઈન લોકોએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા માટે 18 થી 21 વર્ષની વયજૂથના યુગલોએ નોંધણી કરાવવી પડશે. છોકરા અને છોકરીના માતા-પિતાને પણ સરકાર દ્વારા નોંધણી માટે જાણ કરવામાં આવશે. માતા-પિતાની પરવાનગી પછી જ લિવ-ઇન રિલેશનશિપની નોંધણી કરવામાં આવશે.
જો લિવ-ઇન રિલેશનશિપમા રહેતા કપલની ઉંમર 21 વર્ષથી વધુ છે, તો તેમણે પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે, પરંતુ તેમને માતાપિતાની સંમતિની જરૂર રહેશે નહીં.
લિવ-ઇન રિલેશનશિપમા હોય એવા કપલ્સ માટે, ઓનલાઈન પ્લેટફોર્મ અથવા મોબાઈલ એપનો ઉપયોગ તેમના સંબંધોની નોંધણી કરવા માટે થઈ શકે છે. લિવ-ઇન રિલેશનશિપમાં હોય તેમણે 30 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જો યુગલ આવું ન કરે તો, એવી સ્થિતિમાં તેમને કેદ અને દંડની જોગવાઈ રાખવામાં આવી છે.
અહીં તમને જણાવી દઈએ કે, ઉત્તરાખંડ સરકાર UCC બિલને ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં લાગુ કરવા માંગે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં CM પુષ્કર સિંહ ધામીએ યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ-2024 બિલ રજૂ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp