નીતા અંબાણીએ જે ડાયમંડ રિંગ પહેરેલી તેની કિંમત જાણીને ચોંકી જશો

અનંત- રાધિકાના પ્રી-વેડીંગનો કાર્યક્રમ આમ તો 1થી3 માર્ચ ગુજરાતના જામનગરમાં સમાપ્ત થઇ ગયો, પરંતુ હજુ પણ તેની ચર્ચા ચાલી રહી છે. પ્રી-વેડીંગમાં નીતા અંબાણીએ પહેરેલી ડાયમંડ રિંગની ચર્ચા ચાલે છે.

અનંત રાધિકાના પ્રી-વેડીંગમાં નીતા અંબાણીએ મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલી કાંજીવરમની ગોલ્ડન સાડી પહેરેલી હતી અને હાથમાં ડાયમંડ રિંગ હતી. આ ડાયમંડ રિંગનું વજન 52.28 કેરેટ હોવાનું માનવામાં આવે છે. આ ડાયમંડને મિરર ઓફ પેરેડાઇઝ કહેવામાં આવે છે અને તે એક સમયે મોગલ શાહી ખજાનાનની શાન તરીકે જાણીતો હતો.

આ ડાયમંડ ગોલકોંડા ડાયમંડ માઇન્સમાંથી મળ્યો હતો. 2019માં ક્રિસ્ટી ઓકશ્ન હાઉસમાં આ ડાયમંડની હરાજી થયેલી ત્યારે 54 કરોડ રૂપિયામાં વેચાયો હતો. આટલી કિંમતમાં તો 10 લાખ રૂપિયાની કિંમતની 500 કાર આવી જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp