અયોધ્યા જવા દિલ્હી, મુંબઇ, અમદાવાદથી ફ્લાઇટ મળશે

PC: twitter.com

અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરવા માટે તમે ફલાઇટ, ટ્રેન, બસ કે બાય રોડ અનેક રીતે પહોંચી શકશો. અમે તમને અયોધ્યા પહોંચવા માટે ક્યાં ક્યાંથી ફલાઇટ છે તેની માહિતી આપીશું. જો તમારા શહેરમાં અયોધ્યાની ફલાઇટ ન હોય તો તમારા નજીકના વિસ્તારોમાંથી ફલાઇટમાં જઇ શકશો. મંબઇ, દિલ્હી, અમદાવાદથી અયોધ્યાની ફલાઇટ છે.

અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ હજુ 30 ડિસેમ્બરથી જ ખુલ્લું મુકવામાં આવ્યું છે. એ સિવાય એક એરપોર્ટ લખનૌ છે. લખનૌથી ટેક્સી કે બસ દ્વારા તમે અયોધ્યા પહોંચી શકો છો. લખનૌથી અયોધ્યાનું 130 કિ.મીનું અંતર છે.

દિલ્હીથી અયોધ્યાની ડેઇલી બે ફલાઇટ છે. એક એર ઇન્ડિયા એક્સ્પ્રેસની જે સવારે 9 વાગ્યે ઉપડશે અને સવારે 10.20 વાગ્યે અયોધ્યા પહોંચાડી દેશે. બીજી ફલાઇટ દિલ્હીથી જ ઇન્ડીગોની છે જે સવારે 11-55 વાગ્યે ઉપડશે અને બપોરે 1,15 વાગ્યે અયોધ્યો પહોંચશે. અયોધ્યાથી દિલ્હીનું ભાડું 3420 રૂપિયા છે અને દિલ્હીથી અયોધ્યાનું 3750 રૂપિયા છે. ફલાઇટના રેટ બદલાયા કરતા હોય છે.

 અમદાવાદથી અયોધ્યાની ઇન્ડીગોની સપ્તાહમાં 3 દિવસ ફલાઇટ છે. મંગળ, ગુરુ, શનિ. અમદાવાદથી સવારે 9-10 વાગ્યે ઉપડશે અને 11 વાગ્યે અયોધ્યા પહોંચશે. અયોધ્યાથી 11-30 વાગ્યે ઉપડશે અને બપોરે 1-40 વાગ્યે અમદાવાદ પહોંચાડશે. અયોધ્યાથી અમદાવાદ 4276 રૂપિયા ભાડું છે અને અમદાવાદથી અયોધ્યા માટે 7199 રૂપિયા છે.

મુંબઇથી અયોધ્યાની ઇન્ડીગોની ડેઇલી ફલાઇટ છે. મુંબઇથી બપોરે 12-30 વાગ્યે ઉપડશે અને બપોરે 2-45 વાગ્યે અયોધ્યા જશે. અયોધ્યાથી 3-15ની ફલાઇટ છે અને મુંબઇ સાંજે 5-40 વાગ્યે આવશે. ભાડું 4 હજાર રૂપિયાથી 6,000 રૂપિયા વચ્ચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp